જયપુરમાં આયોજિત મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 વિજેતા બની છે.

ગુજરાતની રહેવાસી રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો છે.

રિયા સિંઘા વ્યવસાયે મોડલ છે. આ પહેલા પણ તે ઘણી બ્યુટી પેજન્ટનો ભાગ રહી ચુકી છે.

પૂર્વ મિસ યુનિવર્સ ઈન્ડિયા ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને પોતાના હાથે તાજ પહેરાવ્યો હતો.

આટલું જ નહીં તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને પોતાની સ્ટાઈલનો જાદુ ફેલાવતી રહે છે.

રિયા સિંઘાની રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને લોકો તેની સુંદરતાના દિવાના છે.

રિયા સિંઘાના 45 હજારથી વધુ ફોલોઅર્સ છે. અમદાવાદની રહેવાસી રિયા માત્ર 19 વર્ષની છે.

રિયાના પિતા બિઝનેસમેન છે. રિયા GLS યુનિવર્સિટીમાં હાલ અભ્યાસ કરી રહી છે.

રિયા સિંઘાએ માત્ર 16 વર્ષની વયે મોડેલિંગ કરિયર શરૂ કર્યું અને દિવા મિસ ટિન ગુજરાતનો ખિતાબ જીત્યો હતો.

હવે રિયા મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કરતી જોવા મળશે.

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યા બાદ રિયાએ ખુશી વ્યક્ત કરી હતી.