ભારતને બે વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટમાં એક મોટું નામ છે. તેને ક્યારેય કેપ્ટન બનવાની તક મળી નથી.

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાને ટીમ માટે 300 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, પરંતુ તેને ક્યારેય ટીમની કેપ્ટનશીપ મળી નથી.

જે ખેલાડીઓએ ક્યારેય ભારતનું સુકાની નથી કર્યું તેમાં એક નામ VVS લક્ષ્મણનું છે, જેણે 134 ટેસ્ટ અને 131 ODI રમી છે.

અનુભવી સ્પિનર હરભજન સિંહે દેશ માટે 350 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા, પરંતુ તેને કેપ્ટનશિપની તક મળી ન હતી.

ચેન્નાઈ ટેસ્ટમાં ટીમને જીત અપાવનાર આર અશ્વિને ભારત માટે 250થી વધુ મેચ રમી છે, પરંતુ તેમ છતાં તે ક્યારેય કેપ્ટન બની શક્યો નથી.