શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોની જરૂર હોય છે.

પરંતુ આજના સમયમાં પોષક તત્વોની અછતને કારણે લોકો નાની ઉંમરમાં જ નબળાઈ, થાક અને અન્ય ઘણી બીમારીઓથી પીડાવા લાગ્યા છે.

તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપને અટકાવશે.

તમે બદામના ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે. તેનો ઉપયોગ વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા, શરીરને મજબૂત બનાવવા માટે પણ થાય છે. 

બદામમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન ઈ, કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ અને રિબોફ્લેવિન, આયર્ન, પોટેશિયમ, જસત, વિટામિન બી, નિયાસિન, થાઇમીન જેવા ઘણા પોષક તત્વો હોય છે.

જો તમે દરરોજ બદામનું સેવન કરો છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે.

બદામના સંપૂર્ણ ફાયદા મેળવવા માટે, તેને પલાળીને ખાવું વધુ સારું છે. પલાળેલી બદામ ખાવાથી, તમારું શરીર તેમાં રહેલા પોષક તત્વોને સરળતાથી શોષી શકે છે.