જો તમે સમયસર ખોડાની સમસ્યાને દૂર ન કરો તો વાળને ઘણી હદ સુધી નુકસાન થઈ શકે છે.

વાળમાં ખોડાની સમસ્યાને દહીંની મદદથી ઓછી કરી શકાય છે.

પ્રોટીનયુક્ત દહીંને તમારા માથાની ચામડી પર સારી રીતે લગાવો અને લગભગ એક કલાક પછી વાળને ધોઈ લો.

વાળની સંભાળની  દિનચર્યામાં મેથીના દાણાનો સમાવેશ કરીને તમે જાતે જ સુધારો થતા જોઈ શકો છો.

મેથીના દાણાને 3-4 કલાક પલાળી તેની પેસ્ટ તૈયાર કરો અને તેને તમારા વાળમાં લગાવો અને એક કલાક પછી વાળ ધોઈ લો.

ઔષધિય ગુણોથી ભરપૂર એવા લીમડાના પાનનો ઉપયોગ ખોડાની સમસ્યાથી પણ છુટકારો મેળવવા માટે કરી શકાય છે.

લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવો, તેને સુકાવા દો અને પછી વાળ ધોઈ લો.