શું હીટરના ઉપયોગથી રૂમમાં ઓક્સિજનનો અભાવ થઈ શકે છે?

શિયાળામાં લોકો ઠંડીથી બચવા અને રૂમને ગરમ રાખવા હીટરનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શું હીટર ચલાવવાથી રૂમમાં ઓક્સિજનની ઉણપ થઈ શકે છે.

એક રિપોર્ટ મુજબ, બંધ રૂમમાં હીટર ચલાવવાથી ઓક્સિજનનું સ્તર ઘટે છે.

હીટરના ઉપયોગથી કાર્બન મોનોક્સાઇડ ગેસ વધી શકે છે, જેના કારણે ગૂંગળામણ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

જો રૂમમાં વેન્ટિલેશન સારું ન હોય તો રાતભર હીટર ચલાવવાથી જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે

કાર્બન મોનોક્સાઇડ ગેસ અસ્થમા અને અને જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી તે લોકો માટે ખૂબ જ હાનિકારક છે.

હીટરમાંથી નીકળતી ગરમ હવા ત્વચાને શુષ્ક બનાવી શકે છે અને ત્વચાની એલર્જીની સમસ્યા પણ થવાની શક્યતા છે

હીટરમાંથી નીકળતી ગરમ હવા આંખોમાં શુષ્કતા અને બળતરા પેદા કરી શકે છે