ચેસ વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ ડી એ પ્રાઈઝ મની જીતી...

ભારતના ડી ગુકેશ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો.

18 વર્ષની ઉંમરે, ગુકેશે સિંગાપોરમાં તેમની વર્લ્ડ ચેમ્પિનશિપ ટાઈની 14મી અને છેલ્લી ક્લાસિક ગેમ જીતીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ડિંગ લિરેનને 7.5-6.5થી હરાવ્યો.

ભારતીયે હવે રશિયન ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવને હટાવી દીધો છે, જેમણે અગાઉ 22 વર્ષની ઉંમરે સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ઈનામની રકમ વિશે વાત કરીએ તો, વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની દરેક રમતમાં જીતની કિંમત $200,000 (અંદાજે રૂ 1.69 કરોડ) હતી.

ગુકેશે ત્રણ ગેમ જીતી અને કુલ $600,000 (અંદાજે રૂ 5.07કરોડ) જીત્યા.

બીજી તરફ, બે જીતગેમ નાર લીરેનને $400,000 (અંદાજે રૂ 3.38 કરોડ) મળ્યા. 

બાકીની $1.5 મિલિયન ઈનામી રકમ બે વિરોધીઓ વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે.

આ સાથે, ગુકેશની કુલ ઈનામી રકમ $1.35 મિલિયન (અંદાજે રૂ 11.45 કરોડ) થશે જ્યારે લીરેન $1.15 મિલિયન (અંદાજે રૂ 9.75 કરોડ) લેશે.