સૌથી સુખી દેશમાં પણ પુરુષોનો પર અત્યાચાર થાય છે.

બેંગ્લોર AI એન્જિયર અતુલ સુભાષની આત્મહત્યાની ઘટનાએ પુરૂષોને શોષણના મુદ્દાઓ વિશે વિચારવા મજબુર કર્યા છે.

રસપ્રદ વાત એ છે કે વિશ્વના સૌથી સુખી દેશ ફિનલેન્ડમાં પણ પુરૂષો પર અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ફિનલેન્ડના આંકડા દર્શાવે છે કે અહીંના પુરૂષો પણ ઘરેલુ હિંસાથી પરેશાન છે. આંકડાઓ આની પુષ્ટિ કરે છે. હવે તેના આંકડા જાણીએ.

ફિનલેન્ડના ડેટા અનુસાર, વર્ષ 2023માં અહીં 4000 પુરૂષોએ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. 

2022ની સરખામણીમાં 2023માં પુરૂષો વિરુદ્ધ ઘરેલુ હિંસાના કેસમાં 10 ટકાનો વધારો હતો.

એક રિપોર્ટ અનુસાર ફિનલેન્ડમાં પુરૂષો શારીરિક હિંસા, ધમકીઓ અને યૌન શોષણના ભોગ બન્યા છે.