ચર્ચામાં છે આ એર હોસ્ટેસ, 34 વર્ષની ઉંમરે બની મિસ ફ્રાન્સ! 

એર હોસ્ટેસ એન્ગર્ની-ફિલોપોનને ઈન્ટરનેટ પર ઘણી સર્ચ કરવામાં આવી રહી છે.

એન્જેલિક એન્ગર્ની-ફિલોપોન હાલ ચર્ચામાં છે કારણ કે તેણે 34 વર્ષની ઉંમરે મિસ ફ્રાન્સનો ખિતાબ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે.

શનિવારે યોજાયેલી આ ઐતિહાસિક જીત નિયમોના ફેરફારને કારણે શક્ય બની હતી, જેમાં હવે 24 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પણ ભાગ લઈ શકે છે.

પોતાની જીત પર એન્ગર્ની-ફિલોપોને કહ્યું, 2011માં એક 20 વર્ષની છોકરીએ મિસ માર્ટિનિક સ્પર્ધામાં ફસ્ટ રનર અપનો ખિતાબ જીત્યો હતો આજે એ જ છોકરી 34 વર્ષની ઉંમરે મિસ ફ્રાન્સ બની છે.

એન્ગર્ની-ફિલોપોન કહે છે, આજે તે જ યુવતી 34 વર્ષની ઉંમરે તે તમામ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જેમને એક સમયે કહેવામાં આવ્યું હતું કે ઘણું મોડું થઈ ગયું છે.

સૌંદર્ય સ્પર્ધાઓમાં ઘણા નિયમો હોય છે, જેમ કે ભાગ લેનારી મહિલાની વય મર્યાદા અને તેની વૈવાહિક સ્થિતિ.

ફ્રાન્સ તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. ફ્રાન્સે વિશ્વને બતાવ્યું કે સૌંદર્યની કોઈ વય મર્યાદા હોતી નથી, અને પરિણીત અથવા માતા બનવાથી તમારી તકો છીનવી શકાતી નથી.