સરસવના તેલમાં આ વસ્તુઓ મિક્સ કરો, વાળ કાળા થઈ જશે.

શું તમે સફેદ વાળથી પરેશાન છો? આ કુદરતી ઉપાય અજમાવીને તમે તમારા વાળને કુદરતી રીતે કાળા અવે મજબૂત બનાવી શકો છો.

ઔષધીય ગુણોનો ભંડાર સરસવનું તેલ સફેદ વાળને કાળા કરવામાં મદદરૂપ છે.

તમે આમળા અને કાળા મરી મિક્સ કરીને વાળામાં લગાવો તો તે વાળને કાળા કરવામાં મદદ કરે છે.

આમળામાં વિટામિન-C અને એન્ટીઑકિસડેન્ટોથી ભરપૂર આમળા વાળને સફેદ થતાં અટકાવામાં અને તેના મૂળને પોષણ આપવામાં મદદરૂપ છે.

કાળા મરીમાં હાજર પાઈરિન તત્વ કુદરતી વાળના ફોલિકલ્સને જાળવામાં અને માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે.

સામગ્રી

સરસવનું તેલ, 2 ચમચી આમળા પાવડર, અને 2ચમચી મરી પાવડર. હવે એક કડાઈમાં સરસવનું તેલ નાખીને ધીમી આંચ પર ગરમ કરો.

ત્યારપછી આમળા પાવડર અને પીસેલા કાળા મરી ઉમેરી 5 થી 7 મિનિટ સુધી પકાવો અને જ્યારે ઠંડુ થાય ત્યારે તેને એક બોટલમાં ભરી નાખો.