અઘોરી અને નાગા સાધુની સાધનામાં શું તફાવત છે?
અઘોરી અને નાગા સાધુઓ આધ્યાત્મિક સાધના દ્રારા સત્ય પ્રાપ્ત કરવા માંગતા હોવા છતાં, બંને દ્રારા ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ અલગ હોય છે.
અઘોરી સાધુઓ ભગવાન શિવની પૂજામાં મગ્ન રહે છે. અઘોરી પણ મૃત શરીરની પૂજા કરે છે અને મૃત શરીરને માંસ અને દારૂ અર્પણ કરે છે.
અઘોરીઓ માનવનું કાચું માંસ પણ ખાય છે અને મૃત શરીર દ્રાર તંત્ર સાધના કરે છે.
અઘોરીઓ સ્માશનગૃહમાં, ઊંચી ગુફાઓમાં અલગ-અલગ વિસ્તારોમાં બેસીને તંત્રનો અભ્યાસ કરે છે.
નાગા સાધુઓ અખાડાઓ સાથે સંકળાયેલા છે અને યોગ દ્રારા શરીરને મજબૂત રાખે છે. નાગા સાધુઓ મહિલાઓ પણ હોય છે.
અઘોરી તંત્ર સાધના કરે છે અને એકાંતમાં રહે છે. નાગા સાધુઓ મંત્ર સાધના અને યોગ કરે છે અને સામાજિક સ્તરે ખૂબ જ સક્રિય હોય છે.
નાગા સાધુઓ ધર્મની રક્ષા માટે પ્રતિબદ્ધરહે છે અને સમય આવે ત્યારે લડવા માટે તૈયાર હોય છે.
કુંભ મેળા દરમિયાન ગંગાના ઘાટ પર નાગા અને અઘોરી સાધુઓ મોટી સંખ્યામાં જોવા મળે છે.