ભારતમાં આ 4 રાજ્યોમાં નોટો છાપવામાં આવે છે

ભારતમાં દરરોજ લાખો કરોડો રૂપિયામાં વ્યવહારો થાય છે.

ડિજિટલ યુગમાં પણ ઘણી જગ્યાએ રોકડની જરૂર પડે છે.

હાલમાં ભારતમાં 500, 200, 100, 50, 20, 10 અને 5 રૂપિયાની નોટો ચલણમાં છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ થોડા સમય પહેલા 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે.

તમે દરરોજ નોટનો ઉપયોગ કરો છો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે આ નોટો ક્યાં છપાય છે?

ભારતમાં ચાર જગ્યાએ નોટોનું પ્રિન્ટિંગ થાય છે. નાસિક, દેવાસ, મૈસુર અને સાલ્બોની.

નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે. પણ મધ્યપ્રદેશના દેવાસમાં નોટ છાપવાની ફેક્ટરી પણ છે. આ બંને નોટ પ્રિન્ટિંગ ફેકટરીઓ ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળ છે.

કર્ણાટકના મૈસુર અને બંગાળના સાલ્બોનીમાં નોટ પ્રિન્ટિંગ ફેક્ટરીઓ આરબીઆઈની પેટાકંપની રિઝર્વ બેંક નોટ પ્રિન્ટિંગ પ્રાઈવેટ લિમિટેડ હેઠળ છે.