નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર નવ મહિના પછી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) થી પૃથ્વી પર પાછા ફર્યા.
હવે લોકોના મનમાં અવકાશચયાત્રીઓ વિશે ઘણા પ્રશ્નો છે, જેમ કે તેઓ શું ખાય છે કેવા પ્રકારનું પાણી પૂવે છે અને તેમના માટે પ્રાણીની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે.
પૃથ્વી પરથી ISS પર 1 ગેલન પાણી મોકલવા માટે $83,000નો ખર્ચ થાય છે, જ્યારે અવકાશયાત્રીઓને દરરોજ 12 ગેલન પાણીની જરૂર પડે છે.
પાણી વારંવાર મોકલવું ખર્ચાળ અને અશક્ય છે, તેથી રિસાયક્લિંગ પણ કરવામાં આવે છે.
પાણીને અવકાશમાં લઈ જવાનું ખૂબ ખર્ચાળ અને પડકારજનક છે, પરંતુ નાસાએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે.
ISS 'પર્યાવરણ નિયંત્રણ અને જીવન સહાયક પ્રણાલી (ECLSS)' નામની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે પાણીના પુનઃઉપયોગની પ્રક્રિયામાં મદદ કરે છે.
આ ટેકનોલોજી પરસેવો, શ્વાસમાંથી ભેજ અને પેશાબને પણ રિસાયકલ કરીને પીવાલાયક પાણી બનાવે છે.
બીજું, "યુરિન પ્રોસેસર એસેમ્બલી", જે વેક્યુમ ડિસ્ટિલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેશાબને સાફ કરે છે.
નાસાના વૈજ્ઞાનિકોના મતે, આ પ્રક્રિયામાંથી મળતું પાણી પૃથ્વી પર જોવા મળતા કોઈપણ પાણી કરતાં વધુ શુદ્ધ છે.
ISS પર બીજી એક પાણીની વ્યવસ્થા માત્ર અવકાશયાત્રીઓની પીવાના પાણીની જરૂરિયાતોને જ પૂર્ણ કરતી નથી,
પરંતુ ફુવારાઓમાંથી ભેજને એકત્ર કરીને ફિલ્ટર કરીને તેને ફરીથી વાપરી શકાય તેવા પાણીમાં ફેરવે છે.