આ 9 દેશમાં સ્થાયી થવા માટે પૈસા મળે છે

શું તમે જાણો છો કે કેટલાક દેશ એવા છે જ્યાં તમે સ્થાયી થવા માગો તો તે માટે તમને પૈસા મળ છે? ચાલો જાણીએ

 દેશમાં ઓછી વસ્તીને કારણે, આ દેશો વિદેશીઓને ખાસ ઓફર આપે છે.

સ્પેનના કેટલાક ગામડાઓમાં, સરકાર એવા લોકોને પૈસા આપે છે જેઓ ઘર ખરીદવા અને સ્થાયી થવા માંગે છે. અહીંનું વાતાવરણ અને સંસ્કૃતિ પણ અદ્ભુત છે.

ઇટાલીના દક્ષિણ ભાગોમાં, જેમ કે પ્રેસિસ ટાઉનમાં, જૂનું ઘર ખરીદવા માટે લગભગ ત્રીસ હજાર યુરો મળી શકે છે, અને બાળકો માટે પણ એક અલગ યોજના છે.

ગ્રીકના આઇલેન્ડમાં એન્ટિકિથેરા પર, દરેક પરિવારોને ત્રણ વર્ષ સુધી ચાલતી યોજના દ્વારા દર મહિને લગભગ $590 મળે છે પરંતુ તે સિંગલ લોકો માટે ખુલ્લી નથી.

આયર્લેન્ડમાં સ્ટાર્ટઅપ શરૂ કરનારા લોકોને સરકારી સહાય મળે છે. જો તમારું ઉદ્યોગસાહસિક બનવાનું સ્વપ્ન છે તો અહીંની યોજના તમને મદદ કરી શકે છે.

ડેનમાર્કનો સ્ટાર્ટઅપ પ્રોગ્રામ 50 હજાર ડોલર સુધીની સહાય પૂરી પાડે છે. યુરોપિયન યુનિયન સિવાયના નાગરિકો માટે એક વર્ષની વિઝા સુવિધા પણ ઉપલબ્ધ છે.

ઑસ્ટ્રિયાની રેડ વ્હાઇટ રેડ કાર્ડ યોજના 10 હજાર ડોલરની સહાય પૂરી પાડે છે. જેઓ નોકરી કરે છે અથવા વ્યવસાય કરે છે તેમના માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

ચિલીનો સ્ટાર્ટઅપ ચિલી કાર્યક્રમ $14,000 થી $80,000 સુધીનું ભંડોળ પૂરું પાડે છે. લેટિન અમેરિકામાં વ્યવસાય કરવાની આ એક મોટી તક છે.

ન્યુઝીલેન્ડના નાના શહેર કૈતાંગામાં ઘર અને જમીન ખરીદનારાઓ માટે ફાયદા છે. અહીં નોકરી મળ્યા પછી પણ સ્થાયી થવા માટે જગ્યા આપવામાં આવે છે.

સ્વિટ્ઝર્લૅન્ડના નાના ગામ અલ્બીનેનમાં સ્થાયી થનારાઓને 25 હજાર ડોલર મળે છે, પરંતુ દસ વર્ષ સુધી રહેવું ફરજિયાત છે.