મોક, ફાયર અને ઇવૈક ડ્રીલ વચ્ચે શું તફાવત છે ? જાણો

શું તમે જાણો છો કે મોક, ફાયર અને ઇવેક્યુએશન ડ્રીલ વચ્ચે શું તફાવત છે? આ ત્રણેય દેખાવમાં સરખા હોઈ શકે છે પણ તેમનો હેતુ અને પદ્ધતિ અલગ છે.

મોક ડ્રીલ

મોક ડ્રીલ એ એક પૂર્વ-આયોજિત અભ્યાસ છે, જેમાં આપત્તિ અથવા સંકટની પરિસ્થિતિમાં લોકો તે સમયે કેવી પ્રતિક્રિયા આપશે તે જોઈ શકાય છે.

જેમ કે ક્યાંક આગ લાગી છે. આતંકવાદી હુમલો થયો છે કે ભૂકંપ આવ્યો છે. તે સ્થિતિમાં, લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને રાહત કામગીરી હાથ ધરવી તે પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે.

ફાયર ડ્રિલ

આગ લાગવાના કિસ્સામાં જ ફાયર ડ્રિલ હાથ ધરવામાં આવે છે. આનો હેતુ એ છે કે જ્યારે લોકો એલાર્મ સાંભળે છે ત્યારે સલામત બહાર નીકળવાની પ્રક્રિયા દરેકને સમજાય.

ઇવેક્યુએશન ડ્રિલ

ઇવેક્યુએશન ડ્રીલ્સ સુરક્ષિત રીતે બહાર નીકળવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે કોઈપણ જોખમી પરિસ્થિતિમાં કરી શકાય છે.