ઉનાળામાં આમળા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે જાણો

ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન હોય છે જે નબળાઈ તરફ દોરી જાય છે. ત્યારે આમળા ખૂબ જ ફાયદાકારક છે.

નિષ્ણાતોના મતે આમળા ઉનાળાનું ફળ નથી છતાં પણ આપણે આ ઋતુમાં તેનું સેવન કરી શકીએ છીએ. તે ત્વચા માટે વરદાનથી ઓછું નથી.

આ તત્વો ત્વચાને કુદરતી ચમક આપવામાં અને શુષ્કતા ઘટાડવામાં પણ મદદ કરે છે. સાથે ઉનાળામાં ફક્ત એ ધ્યાનમાં રાખવું પડશે કે તમારે આમળાનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ.

નિષ્ણાત કહે છે કે આમળાનું સેવન દરેક ઋતુમાં કરી શકાય છે. આમળાની ઠંડક અસર શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.

આમળામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને સુઘારનામાં મદદ કરે છે. તે કબજિયાત, એસિડિટી અને અપચો જેવી પાચન સમસ્યાઓમાં પણ આપે છે.

આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. જો તમે દરરોજ 1-2 આમળા ખાશો તો રોગો અને ચેપનું જોખમ ઓછું થશે અને તમારૂં શરીર સ્વસ્થ રહેશે.

ઉનાળાની ઋતુમાં તીવ્ર સૂર્યપ્રકાશ, ધૂળ અને પ્રદૂષણને કારણે, ટેનિંગ, ખીલ, ડલનેસ વગેરે જેવી ત્વચાની સમસ્યાઓ વધવા લાગે છે. ત્વચાને પણ ચમકાવે છે.