આ દેશોમાં વિચિત્ર પરંપરાઓ ક્યાંક વરરાજા અને દુલ્હન પર ટામેટાં ફેંકવામાં આવે છે, તો ક્યાંક કચરો

દુનિયાના વિવિધ દેશોમાં લગ્ન સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ અને વિધિઓ છે. દરેક રિવાજોનું પોતાનું મહત્વ હોય છે.

પરંતુ કેટલાક રિવાજો એટલા વિચિત્ર હોય છે કે તેમના વિશે સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થશે. ચાલો જાણીએ કેટલાક દેશોની અનોખી લગ્ન પરંપરાઓ વિશે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના સરસૌલ શહેરમાં વરરાજાના પરિવારનું સ્વાગત ફૂલોથી નહીં પરંતુ ટામેટાં ફેંકીને કરવામાં આવે છે.

જર્મની

જર્મનીમાં લગ્ન પછી, વરરાજા અને કન્યાને લાકડા કાપવાની પરંપરા છે. આ વિધિમાં, નવદંપતી મળીને લાકડાને બે ભાગમાં કાપી નાખે છે.

આના સિવાય કન્યા અને વરરાજા મહેમાનો સાથે મળીને પોર્સેલેઇનના વાસણો તોડે છે. પછી બીજા દિવસે નવદંપતી સાથે મળીને તે તૂટેલા વાસણો સાફ કરે છે.

વેનેઝુએલા

વેનેઝુએલામાં, લગ્ન પછી, કન્યા અને વરરાજા કોઇને પણ મળ્યાં વગર ત્યાંથી જતા રહે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેમના લગ્ન જીવનમાં સારા નસીબ અને સમૃદ્ધિ આવે છે.

સ્કોટલેન્ડમાં

સ્કોટલેન્ડમાં, લગ્ન પહેલાં વરરાજા અને કન્યા પર કાળી શાહી, ઈંડા, સડેલું ખોરાક, લોટ અને કચરો જેવી વસ્તુઓ ફેંકવામાં આવે છે. જેને "બ્લેકનિંગ" કહેવામાં આવે છે.