સિંદૂર કેવી રીતે બને છે?

બજારમાં ઉપલબ્ધ સિંદૂરમાં કેમિકલ મળી આવે છે.

પરંતુ દેશી સિંદૂર જે સીધુ ઝાડમાંથી બનાવવામાં આવે છે. સિંદૂરના ઝાડને અંગ્રેજીમાં કુમકુમ ટ્રી અથવા કામિલા ટ્રી કહેવામાં આવે છે.

જે દક્ષિણ અમેરિકા અને કેટલાક એશિયન દેશોમાં ઉગાડવામાં આવે છે.

આ સિવાય, ભારતમાં  મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના કેટલાક પસંદગીના વિસ્તારોમાં આ છોડ જોઈ શકો છો.

આવા વૃક્ષો બહુ ઓછા જોવા મળે છે. લોકોમાં આ વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

કુમકુમના ઝાડમાંથી નીકળતા ફળોને પીસીને સિંદૂર બનાવવામાં આવે છે. આ પછી તે સુગંધિત સિંદૂરમાં પરિવર્તિત થાય છે.