કોઈને બગાસું ખાતા જોઈને તમને બગાસું કેમ આવે છે?

શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને બગાસું ખાતા ધ્યાનથી જોયા છે?

ખરેખર, કોઈ વ્યક્તિને બગાસું ખાતા જોઈને બીજી વ્યક્તિ પણ બગાસું ખાવા લાગે છે.

અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં એક રિસર્ચ કરાયું કે, બીજાઓ સાથે આવું કેમ થાય છે.

રિર્સચ અનુસાર બીજા કોઈને જોયા પછી બગાસું ખાવા પાછળનું વિજ્ઞાન આપણા મગજ સાથે સંબંધિત છે.

જ્યારે આપણું મગજ ગરમ થાય છે, ત્યારે આપણે તેને થોડું ઠંડુ કરવા માટે બગાસું ખાઈએ છીએ.

એનિમલ બિહેવિયર રિસર્ચ સ્ટડી મુજબ, સક્રિય મગજ ધરાવતા લોકો લાંબા સમય સુધી બગાસું ખાય છે.

વૈજ્ઞાનિકો પ્રમાણે, કોઈ વ્યક્તિને બગાસું ખાતા જોઈએ છીએ, ત્યારે આપણી મિરર ન્યુરોન સિસ્ટમ સક્રિય થઈ જાય છે.

આ સિસ્ટમ આપણને બગાસું ખાવાની નકલ કરવા પ્રેરે છે. હવે તમે સમજી ગયા હશો કે, આપણે બીજા કોઈને જોઈને બગાસું કેમ ખાઈએ છીએ.