ઇયરબડ્સ આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ આપણા કાનને નુકસાન પહોંચાડી શકે છે.
જ્યારે આપણે લાંબા સમય સુધી ઊંચા અવાજે ઇયરબડ્સનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણા કાનની અંદરના સાધનો જે મગજમાં અવાજ પહોંચાડે છે તેને નુકસાન થઈ શકે છે.
ઇયરબડ્સ સતત પહેરવાથી કાનની અંદર દબાણ આવે છે, જે પીડા અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે. ક્યારેક ઇયર બડ્સ યોગ્ય કદના ન હોય તો પણ કાનમાં દુખાવો થાય છે.
ઇયરબડ્સ કાનની અંદર ભેજ અને ગરમીને અટકાવે છે, જેના કારણે બેક્ટેરિયા અને ફૂગનો વિકાસ થઈ શકે છે.
આનાથી કાનમાં અવરોધ, સાંભળવામાં તકલીફ અને દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કેટલાક લોકો ઇયરબડ્સના વધુ પડતા ઉપયોગને કારણે કાનમાં સતત રિંગિંગ અથવા સીટી જેવી આવજ વાગતી હોય તેવી તકલીફ થઇ શકે છે.
રસ્તા પર ચાલતી વખતે અથવા કામ કરતી વખતે આ ખતરનાક બની શકે છે, કારણ કે આપણે આપણી આસપાસના જોખમોને સાંભળી શકતા નથી.
ઇયરબડ્સની સામગ્રી અથવા લાંબા સમય સુધી ભેજ કાનની અંદરની નાજુક ત્વચામાં ખંજવાળ, બળતરા અથવા એલર્જીનું કારણ બની શકે છે.
ઇયરબડ્સનો વધુ અવાજમાં ઉપયોગ કરવાથી કાનના આંતરિક ભાગ પર અસર થઈ શકે છે, જેના કારણે કેટલાક લોકોને ચક્કર આવવા લાગે છે અથવા તેઓ સંતુલન ગુમાવી શકે છે.