ફક્ત રવિવારે જ રજા કેમ હોય છે?

શુ તમે ક્યારે વિચાર્યુ છે કે ફકત રવિવારે જ રજા કેમ હોય છે, જો ના, તો આજે અમે તમને જાણાવિશું આના પાછળનું ઇતિહાસ

રવિવાર, સોમવાર કે જાન્યુઆરી-ફેબ્રુઆરી વગેરે બધા અંગ્રેજો પાસેથી આવ્યા છે. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મમાં 7મો દિવસ પ્રાર્થનાનો દિવસ માનવામાં આવે છે.

એટલે કે, અંગ્રેજોમાં 6 દિવસ કામ અને 1 દિવસ ભગવાનને યાદ કરવાનો અને આરામ કરવાનો દિવસ માનવામાં આવે છે.

હવે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા, ત્યારે અહીં પણ તેઓ રવિવારને રજા માનતા હતા.

બ્રિટિશ શાસન દરમિયાન, ઓફિસો અને સરકારી વ્યવસ્થા 6 દિવસ ચાલતી અને રવિવારે રજા રહેતી.

પરંતુ બ્રિટિશ શાસનકાળમાં મિલો કે કારખાનાઓમાં કામ કરતા કામદારો માટે કોઈ રજા નહોતી.

પરંતુ લાંબા સંઘર્ષ પછી બ્રિટિશ સરકારે 10 જૂન 1890થી કારખાનાઓ અને ઓફિસોમાં રવિવારને રજા જાહેર કરી હતી.