વાસી ખોરાક શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

ઘણીવાર લોકોન બચેલો ખોરાક ખાવામાં કોઈ વાંધો નથી હોતો. પરંતુ, જો તેને યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

 1. ફૂડ પોઇઝનિંગ

સાલ્મોનેલા અને ઇ. કોલી જેવા બેક્ટેરિયા વાસી ખોરાકમાં વૃધી જાય છે, જેના કારણે ફૂડ પોઇઝનિંગ થાય છે.

 2. પોષક તત્વોની ઉણપ

ખોરાકમાં રહેલા પોષક તત્વો, જેમ કે વિટામિન અને પ્રોટીન, ખતમ થઈ જાય છે. તેથી, વાસી ખોરાક ખાવાથી શરીરને તાજો ખોરાક જે પોષણ આપે છે તે મળતું નથી.

 3. પેટની સમસ્યાઓ

વાસી ખોરાક પચવામાં મુશ્કેલ હોઈ શકે છે, જેના કારણે ગેસ, એસિડિટી અને પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થાય છે.

 4. સ્વાદ 

વાસી ખોરાકનું ઘણીવાર સ્વાદ બગડી જાય છે. વાસી ભાત, દાળ કે શાકભાજી કાં તો સૂકા અથવા ભીના થઈ જાય છે,

 5. એલર્જી

કેટલાક લોકોને વાસી ખોરાકથી એલર્જી હોઈ શકે છે. તેના લક્ષણો શરીર પર ફોલ્લીઓ અથવા ખંજવાળના સ્વરૂપમાં દેખાઈ શકે છે.

 6. ફંગસ 

જો ખોરાક યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તેમાં ફંગસનો વિકાસ થઈ શકે છે. આ ખોરાકનું સેવન કરવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

 7. રોગપ્રતિકારક શક્તિ 

સતત વાસી ખોરાક ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે, જેના કારણે તમે સરળતાથી રોગોનો ભોગ બની શકો છો.

 8. ગંભીર બીમારીઓ

કેટલાક કિસ્સાઓમાં, વાસી ખોરાક ખાવાથી કિડની અને લીવરના ગંભીર રોગો પણ થઈ શકે છે, ખાસ કરીને જો ખોરાક લાંબા સમય સુધી બહાર રાખવામાં આવે તો.