શું તમારી પણ શિયાળામાં એડી ફાટી જાય છે? તો અજમાવો આ નુસખા

શિયાળામાં એડી ફાટવી સામાન્ય સમસ્યા છે. જો સમયસર કાળજી ન લેવામાં આવે તો તે દુખાવો અને ચેપનું કારણ બની શકે છે.

મોઇશ્ચરાઇઝ ન કરવું

લાંબા સમય સુધી ખુલ્લા પગે રહેવું અને પગને મોઇશ્ચરાઇઝ ન કરવું એડી ફાટવાનું મુખ્ય કારણ બને છે.

ગ્લિસરીન અને ગુલાબજળ

ગ્લિસરીન, લીંબુનો રસ અને ગુલાબજળનું મિશ્રણ એડીને નરમ રાખવાનો સરળ અને અસરકારક ઉપાય છે.

ઘરેલું ઉપચાર

મીણ, હળદર અને નાળિયેર તેલથી બનેલો મલમ ઊંડી તિરાડો માટે ઉત્તમ ઘરેલું ઉપચાર છે.

એલોવેરાનો પેક

મધ, કેળા અને એલોવેરાનો પેક કડક ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.

કુદરતી સ્ક્રબ

હૂંફાળા પાણીમાં પગ પલાળી અને કુદરતી સ્ક્રબથી મૃત ત્વચા દૂર કરવી એ જરૂરી છે.

નાળિયેર તેલ

દરરોજ રાત્રે નાળિયેર અથવા એરંડાનું તેલ લગાવી માલિશ કરવાથી એડી નરમ અને સ્વસ્થ રહે છે.