શિયાળામાં ગરમ કપડાં કેવી રીતે સુરક્ષિત રાખવા? 

શિયાળા દરમિયાન ગરમ કપડાં દરેક માટે જરૂરી છે. ગરમ કપડાં ઠંડી સામે રક્ષણ આપે છે, તેથી ગરમકપડાંની યોગ્ય કાળજી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ શિયાળામાં તમારા ગરમ કપડાંને તાજા અને સુરક્ષિત રાખવાની કેટલીક સરળ અને અસરકારક રીતો અમે તમને જણાવીશું

હંમેશા ઠંડા અથવા હૂંફાળા પાણીમાં ઊનના કપડાં ધોવા. વોશિંગ મશીનમાં ઊન અથવા જેન્ટલ મોડ પસંદ કરો.

ડિટરજન્ટને બદલે હળવા પ્રવાહી ઊન શેમ્પૂનો ઉપયોગ કરો. કપડાંને ધીમેધીમે પાણીથી નિચોવી લો

સીધા સૂર્યપ્રકાશને બદલે છાંયડામાં સુકાવો. ગરમ કપડાંને હેંગર પર લટકાવવાને બદલે ફોલ્ડ કરીને સ્ટોર કરો.

ભેજથી બચાવવા માટે કપડાં સાથે નેપ્થેલિન બોલ અથવા લવંડર સેચેટ રાખો. ઊનના સ્વેટર અથવા શાલને ઇસ્ત્રી કરતી વખતે ઓછી હીટનું સેટિંગ પસંદ કરો.

લાંબા સમય સુધી ન પહેરવામાં આવતા કપડાંને એર ટાઈટ બેગમાં સ્ટોર કરો. ગંધ અને ભેજ દૂર કરવા માટે કપડાંને સમયાંતરે સૂર્યપ્રકાશમાં રાખો.