નારિયેળ તેલ ઠંડીમાં વાળમાં લગાવવું જોઇએ કે નહીં?

વાળમાં તેલ લગાવવું ખૂબ જરૂરી છે. કારણ કે તેલ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. આ સાથે ડ્રાયનેસ દૂર કરે છે.

મોટાભાગના લોકો વાળ માટે નારિયેળ તેલનો ઉપયોગ કરે છે, વાળની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે નારિયેળ તેલ અનેક રીતે ગુણકારી છે.

પરંતુ શું ઠંડીમાં નારિયેળ તેલથી વાળમાં માલિશ કરવી જોઇએ ચલો જાણો

એક્સપર્ટ અનુસાર ઠંડીમાં નારિયેળ તેલ વાળમાં ન લગાવવું જોઇએ. કારણ કે નારિયેળ તેલનાં કણ સામાન્ય કરતા મોટા હોય છે જે સ્કેલ્પ બ્લોક કરી શકે છે.

આ સિવાય આ બ્લડ સર્ક્યુલેશનને પ્રભાવિત કરી શકે છે. અને આ સ્કેલ્પ પર જમા થઇ શકે છે જેના કારણે સ્કેલ્પ ઇન્ફેક્શન થવાનું જોખમ વધે છે.

આ સાથે વાળમાં ચીકાશ વધારે થવાને કારણે ખોડો પણ વધારે થઇ શકે છે.

ઠંડીમાં નારિયેળ તેલ લગાવ્યા પછી હેર વોશ કરવામાં પણ તકલીફ પડી શકે છે. આ માટે ઠંડીમાં નારિયેળ તેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.

ઠંડીમાં તમારે કોઇપણ સામાન્ય તેલથી વાળમાં માલિશ કરવી જોઇએ. આ માટે તમે બદામનું તેલ તેમજ તલના તેલનું  ઉપયોગ કરી શકો છો.

આ ટાઇપ્સનાં નોર્મલ તેલથી તમે વાળમાં માલિશ કરો છો તો ડ્રાયનેસ પણ ઓછી થાય છે. આ સાથે ગ્રોથ વધારવામાં પણ મદદ મળે છે.

જો ઠંડીમાં તમે આ બે તેલથી માલિશ કરો છો તો બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. અને આ સાથે સ્કેલ્પ ઇન્ફેક્શનથી બચાવશે.