વસિમ મેમણ, પ્રતિનિધિ- તિલકવાડા નર્મદા
તિલકવાડા તાલુકાના ફતેપુરા (વનમાલા) ગામના 20 વર્ષીય યુવક જેમના માતા પિતા મજૂરી માટે કાઠિયાવાડ ગયેલ હોઈ અને દિવાળી ના તહેવાર માં ઘરે નહીં આવતા યુવકને મનમાં લાગી આવતા ઝેરી દવા પીધી હતી. યુવકે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાના આવ્યા હતો.
મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ફતેપુર વનમાલા ગામે રહેતા 20 વર્ષીય સચિનભાઈ ગોપાલભાઈ તડવી જેવો તારીખ 13/11/2023 ના રોજ ફતેપુરા (વનમાલા) ગામે પોતાના ઘરે એકલા હોય અને તેમના માતા-પિતા કાઠીયાવાડ મજૂરી કરવા માટે ગયેલ હોય પરંતુ દિવાળીના તહેવાર હોય અને તહેવારના દિવસે પણ તેમના માતા-પિતા ફતેપુરા (વનમાલા) ગામે તેમના ઘરે આવેલ ન હોવાથી સચિનભાઈ ગોપાલભાઈ તડવી ને મનમાં લાગી આવતાં તેઓ ઝેરી દવા પી ગયો હતો.
ઘટનાને પગલે તેઓને પ્રાથમિક સારવાર માટે દેવલિયા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે પ્રમુખસ્વામી હોસ્પિટલને ડભોઇ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ દર્દી બેભાન અવસ્થામાં હોય અને સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસે જાણવાજોગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અંગ્રેજોને હંફાવનાર ‘બિરસા મુંડા’ કેવી રીતે બન્યા આદિવાસીઓના ભગવાન!
આ પણ વાંચો: સુબ્રતો રોયના નિધન બાદ, સહારા રિફંડ પોર્ટલ પરથી રોકાણાકારોને પૈસા પરત મળશે
આ પણ વાંચો: ગાઝાની અલ-શિફા હોસ્પિટલ હમાસનું ‘કમાન્ડ સેન્ટર’ હોવાનો ઇઝરાયેલનો દાવો, મિશન હાથ ધર્યું