- સુરત : 22 વર્ષના યુવકને કરંટ લાગતા મોત
- મિલમાં કામ કરતા યુવકને કરંટ લાગતા મોત
- શૈલેષ રાઠોડ નામના યુવકને કરંટ લાગ્યો હતો
@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં 22 વર્ષીય યુવકને કરંટ લાગતા મોત થયું હતું. ભટાર વિસ્તારમાં કામ કરતાં યુવકને મશીનની સ્વીચ ચાલુ કરતાં જ કરંટ લાગ્યો હતો.ઘટનાને પગલે 22 વર્ષીય શૈલેષ રાઠોડ નામના યુવકનું મોત થયું હતું.
સુરત શહેરમાં 22 વર્ષીય યુવાન ભટાર ખાતે આવેલી બેગાની મિલમાં નોકરી કરતો હતો..આજે નોકરી પર ગયો તે દરમિયાન મીલમાં રહેલી મશીનની સ્વીચ ચાલુ કરી હતી.આ મશીનની સ્વીચ માં ભેજ હોવાના કારણે કરંટ મશીનમાં પ્રસર્યો હતો..
યુવાન પોતાના નિયત સમયે કારખાને પહોંચ્યો હતો અને કામ કરવા માટે મિલમાં રહેલું મશીન ચાલુ કરવા જતા 22 વર્ષના શૈલેષ રાઠોડ નામના યુવાનને કરંટ લાગ્યો હતો કરંટ લાગતા ત્યાં ઉપસ્થિત લોકોએ મશીનની સ્વીચ બંધ કરી આ યુવાનને છોડાવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ યુવાનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવાનો મોત થતાં જ પરિવારમાં ગમગીની જોવા મળી હતી મહત્વનું છે કે આ યુવાન પોતાના પરિવારમાં એક જ કમાવાનો આધાર હતો યુવાનનું મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી હાલ સમગ્ર મામલે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.