Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજે બોપલ વિસ્તારના શેલામાં 4 વર્ષના બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. કારચાલકની બેદરકારીના કારણે બાળક કાર નીચે કચડાઈ જતા બાળકનું ઘટનાસ્થળે મોત થયું છે. કારચાલક હાલ ફરાર થયો છે. બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મોટર વેહિકલ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા અંદર પૂર ઝડપે ગાડી ચલાવવા, જીંદગી જોખમમાં મૂકવી સહિતની કલમોને આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં બોપલમાં કરૂણ ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાંનો એક બોપલના શેલાનાં વ્રજ ગાર્ડન સોસાયટીના ગેટ પાસે કાર ચાલકની ગફલતના કારણે 4 વર્ષના માસૂમનો ભોગ લેવાયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કાર ચાલક યુ ટર્ન મારવા ગયો અને બાળકનું પ્રાણ પંખેરું ઉડ્યું હોવાની કમકમાટીભરી ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે.
કાર નીચે બાળક કચડાઈ જતાં બાળકને સારવાર આપવા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, બાદમાં બીજી હોસ્પિટલમાં ખસેડાો હતો, ત્યારે સારવાર દરમિયાન વિકાસ નામના 4 વર્ષનાં બાળકનું મોત નિપજ્યું છે, કાર ચાલક ફરાર થઈ ગયો છે. શેલામાં મૃતક બાળકના પિતા અને દાદા રિનોવેશન માટે આવ્યા હતાં. બોપલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર ચાલકની શોધ કરી રહી છે. 30 વર્ષના કાર ચાલક આકાશ કેડિયા સામે ગુનો દાખલ કર્યો છે. બાળકના માતાપિતા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
થોડા મહિના અગાઉ અમદાવાદમાં સગીરે સર્જેલા કાર અકસ્માતમાં 15 વર્ષની સગીરાનું મોત થયું હતું. અકસ્માતમાં ઇજા પામેલી સગીરા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સગીરે બેફામ કાર ચલાવીને અકસ્માત કર્યો હતો. બાળકી ગંભીર રીતે ઇજા પામતા સારવાર હેઠળ હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં થલતેજમાં સગીરે કરેલા કાર અકસ્માતમાં બાળકીનું મોત
આ પણ વાંચો:ક્રિકેટ જગતમાં શોકનો માહોલ, આ દિગ્ગજનું કાર અકસ્માતમાં નિધન
આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત