Rajkot News/ રાજકોટમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા 45 વર્ષની વ્યક્તિનું મોત

રાજકોટ જીલ્લામાં સતત ગુનાકીય પ્રવૃતિઓ વધતી જઈ રહી છે. હત્યા, ચોરી, લૂંટફાટ વગેરેના ગુનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે. ત્યારે રાજકોટમાં હરિદ્વાર

Top Stories Rajkot Gujarat
Image 2024 09 09T093659.618 રાજકોટમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા 45 વર્ષની વ્યક્તિનું મોત

Rajkot News: રાજકોટમાં (Rajkot) કોઠારિયા સોલવન્ટમાં હત્યા (Murder) કરાતા ચકચાર મચી ગઈ છે. તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હુમલો કરાતા 45 વર્ષના ભક્તિરામ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ જીલ્લામાં સતત ગુનાકીય પ્રવૃતિઓ વધતી જઈ રહી છે. હત્યા, ચોરી, લૂંટફાટ વગેરેના ગુનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે. ત્યારે રાજકોટમાં હરિદ્વાર સોસાટીમાં રહેતા કોઠારિયા સોલવન્ટમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. 45 વર્ષીય ભક્તિરામની તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરવામાં આવી છે. ઘટના ઘટતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લોકોનું ટોળું જમા થઈ ગયું હતું.

Image 2024 09 09T093815.296 રાજકોટમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા 45 વર્ષની વ્યક્તિનું મોત

સ્થાનિકોએ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ હત્યા કેવી રીતે અને શા માટે કરાઈ તે દિશામાં પ્રયત્નો શરૂ કરી દીધા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવાયો છે. મૃતકના પરિવાર અને મિત્રોને ઘટના અંગે જાણ કરી દેવાઈ છે.

તો બીજી બાજુ અમદાવાદના નારોલમાં નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. સામાન્ય વિવાદ હત્યા સુધી પહોંચી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શાહવાડી વિસ્તારમાં પ્રદીપ વણકર નામના વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેનું દુપટ્ટા વડે ગળું દબાવીને તેનું મોત નીપજાવવામાં આવ્યું હતું. મૃતક મહિલાના પરિવારે તેના પતિ વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉત્તર પ્રદેશમાં પિતાએ કરી ઠંડે કલેજે કરી પુત્રીની હત્યા, પછી ત્યાં જ શાંતિથી બેસી રહ્યો…

આ પણ વાંચો:અમદાવાદના નારોલમાં જમવાના મુદ્દે બબાલ થતાં પતિએ પત્નીની કરી હત્યા

આ પણ વાંચો:સિદ્ધપુરના લુખાસણની મહિલાના હત્યારાને પોલીસે 41 દિવસે ઝડપ્યો