દેશમાં અવારનવાર બાળકોના બોરમાં પડી જવાની ઘટના સામે આવે છે. ઘણા કિસ્સામાં બાળકોને બચાવી લેવામાં આવે છે તો અનેક કિસ્સામાં બાળક ને ત્યાં જ દફનાવી દેવામાં આવે છે. હાલમાં ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાના ગાજણવાવ ગામ ખાતે એક બાળકી બોર માં પડી છે. જે બોરમાં 49 ફૂટ ઊંડે ફસાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાજણવાવ ખાતે એક 6 વર્ષીય બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ છે. છ વર્ષની બાળકી બોરમાં ખાબકી અને
40 ફૂટ ઉંડે ફસાઇ ગઈ છે. બાળકી બોરમાં ફસાયના સમાચાર વાયુ વેગે આખા પંથકમાં ફરી વળ્યા હતા. અને તંત્ર આખું બાળકીને બચાવી લેવા માટે કામે લાગી ગયું છે.
મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આર્મીની ટુકડીઓને પણ બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં બાળકીને બચાવી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બાળકી ફસાયના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. અને તેનું રેસક્યું ચાલી રહ્યું છે. આ ઘટનાને નિહાળવા માટે લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ભેગઠયા છે. હાલમાં બોરમાં દોરડા નાખી બાળકીને બચાવવ માટેની કામગીરી ચાલી રહી છે.સ્થાનિક ડોક્ટરની ટિમ પણ ઘટના સ્થળે હાજર છે.
ભાવનગર/ લઠ્ઠાકાંડમાં 15 દર્દીઓએ મોતને આપી માત, હોસ્પિટલમાંથી મળી રજા