Bike accident/ વંથલીમાં બાઇક ચાલકે પરપ્રાંતીય મજૂરને ઉડાવ્યો

ગુજરાતમાં અકસ્માતોની વણથંભી રફતાર જારી છે. રસ્તે વાહન ચલાવનારાઓ એટલે ગફલતપૂર્વક વાહન ચલાવે છે કે લોકોના જીવનની પણ તેમને પરવા નથી. વંથલીમાં ખોખરડા ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 03 08T095249.001 વંથલીમાં બાઇક ચાલકે પરપ્રાંતીય મજૂરને ઉડાવ્યો

જૂનાગઢઃ ગુજરાતમાં અકસ્માતોની વણથંભી રફતાર જારી છે. રસ્તે વાહન ચલાવનારાઓ એટલે ગફલતપૂર્વક વાહન ચલાવે છે કે લોકોના જીવનની પણ તેમને પરવા નથી. વંથલીમાં ખોખરડા ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો. તેમા બાઇક ચાલકે પરપ્રાંતીય મજૂરને હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં વિજય બારૈયા નામના પરપ્રાંતીય મજૂરનું મોત થયું હતું.

આ અકસ્માતમાં બિક ચાલકને ગંભીર ઇજા પહોંચતા જૂનાગઢ રીફર કરવામાં આવ્યો હતો. વંથલીની પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાઇક ચાલકને પણ ગંભીર ઇજા પહોંચી હોવાથી તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો છે. પોલીસે બાઇક ચાલક સામે અકસ્માત ગુનો નોંધ્યો છે. બાઇક ચાલકની સ્થિતિ ગંભીર હોવાથી તે નિવેદન આપી શકવાની સ્થિતિમાં નથી. આમ છતાં પણ ઓવર સ્પીડ લિમિટનો ગુનો પોલીસે નોંધ્યો છે.

પોલીસનું કહેવું છે કે બાઇક ચાલકો રીતસરના બેફામ રીતે વાહન ચલાવે છે અને તેના લીધે રસ્તા પર વાહન ચલાવનારાઓને તો મુશ્કેલી થાય જ છે, પરંતુ તેની સાથે રસ્તા પર ચાલતા જનારાઓ માટે રસ્તે ચાલવા જવાનું અઘરું બની ગયું છે. સામાન્ય રીતે અકસ્માતમાં ફોર વ્હીલરવાળા રસ્તે ચાલતા જનારાઓને ઉડાવે છે, પરંતુ અહીં તો બાઇક ચાલકે રસ્તે ચાલતા જનારા મજૂરને ઉડાવી દીધો છે. પોલીસ આના પગલે બેફામ રીતે બાઇક ચલાવનારાઓ સામે સઘન ઝુંબેશ શરૂ કરવા વિચારી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ