Morabi News: ગુજરાતના મોરબીના નવલખી બ્રિજ પર મંગળવારે એક વિચિત્ર ઘટના બની જ્યારે એક BMW કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આ કારમાં મહેસાણાનો ચાર સભ્યોનો પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. સદનસીબે, પરિવારે તરત જ સમજદારી દાખવી અને સમયસર કારમાંથી બહાર નીકળીને પોતાનો બચાવ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કે કારમાં શોર્ટ સર્કિટ કઇ રીતે થયું તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આગનું સાચું કારણ પણ જાણવા મળી રહ્યું છે.
આગમાં લપેટાયેલી કાર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાર આગની લપેટમાં છે અને તેના પર પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી બળી ગઈ હતી.
ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારમાં આગ લાગતા જ પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા પરંતુ તેઓએ ધીરજ જાળવી રાખી અને યોગ્ય સમયે કારમાંથી બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો.
આ અકસ્માત બાદ થોડા સમય માટે પુલ પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો પરંતુ ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહીના કારણે પરિસ્થિતિ પર જલ્દી કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાએ કારની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે અને લોકો કંપનીઓને સલામતી ધોરણોનું કડક પાલન કરવાની માંગ કરી રહ્યા છે
આ પણ વાંચો: કારમાં આગ લાગતાં સિરામિક બિઝનેસમેનનું મોત, 5 લાખ સહિત આ વસ્તુઓ સલામત