Surat News: સુરતમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. સુરતમાં માથાભારે બુટલેગરે પરિવાર પર હુમલો કર્યો છે. યુવતીનો પાયજામો ખેંચીને તેનો નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટોળામાં આવેલી મહિલાઓએ યુવતીને નિર્વસ્ત્ર કરીને માર માર્યો હતો.
આશ્ચર્યની વાત તો એ છે કે બુટલેગરે આખુ આ કૃત્ય મહિલાઓને આગળ રાખીને કર્યુ હતુ. સુરતના ભેસ્થાન સ્થિત ગોલ્ડન આવાસનો આ બનાવ બન્યો હતો. ગોલ્ડન આવાસમાં બિલ્ડિગ નંબર બે નજીક આ બનાવ બન્યો હતો. મહિલાઓની લડાઈમાં પુરુષો પણ વચ્ચે પડ્યા હતા.
આરોપીઓ અચાનક યુવતીના ઘરમાં ઘૂસી ગયા હતા. યુવતી અને તેની બહેનો અને માતાને તેઓ એલફેલ ગાળો બોલ્યા હતા. આ આખા કિસ્સામાં કુખ્યાત બૂટલેગર યુનુસ ટેણી સામે ફરી વાર ફરિયાદ થઈ છે. સુનેરા, સલમાન, પીજારા અને તેના ભાઈ સામે ફરિયાદ કરવામાં આવી છે. આ કિસ્સામાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં યુનુસ ટેણી આમ પણ કુખ્યાત છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં યુનુસ ટેણી સામે આમ પણ અનેક ગુના નોંધાયેલા છે અને તેની સામે અનેક ફરિયાદો પણ થઈ છે. આમ છતાં પણ તેનો ત્રાસ અટક્યો નથી. સુરતનો ભેસ્તાન વિસ્તાર યુનુસ ટેણીના નામથી ત્રાસી ગયો છે. આમ છતાં તેનો ત્રાસ અટકવાનું નામ લેતો નથી.
આ પણ વાંચો: સુરતમાં મર્ડરના ફરાર આરોપીની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: સુરતમાં લૂંટ વિથ મર્ડર, 50 વર્ષીય મહિલાની ચપ્પુના ઘા મારી કરી હત્યા
આ પણ વાંચો: સુરતમાં દિન દહાડે ત્રિપલ મર્ડર,સીસીટીવી કેમેરામાં હત્યાની ઘટના કેદ,જુઓ વીડિયો