Vadodara News: વડોદરા પાસેના તળાવમાં કાર ખાબકતા ચકચાર મચી ગઈ છે. આ કારમાં ચાર જણા હોવાનું મનાય છે. હવે આ ચાર જણા ડૂબ્યા છે કે કાર ખાબકતા ગાયબ થઈ ગયા છે તે મોટો સવાલ છે. આ કારમાં ચાર વિદેશી યુવાનો હોવાનું મનાય છે.
NDRFના સ્કુબા દ્વારા આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ક્રેન મંગાવવામાં આવી હતી અને ક્રેન દ્વારા કારને બહાર કાઢવાની પ્રયાસ શરૂ કરી દેવામાં આવી છે, વહેલી સવારે ચાર વાગ્યે ઘટના બની હોવાનું કહેવાય છે.
ક્રેન દ્વારા કાર ખેંચીને બહાર કિનારા સુધી લાવવાની સાથે જ ક્રેનનું દોરડું તૂટી જતાં કાર એકવાર તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી એકવાર કારને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. જેમાં કાર બહાર કાઢી લેવામાં આવી છે. જોકે, કારમાં કોઈ ન હોવાનું સામે આવ્યું છે.
વરણામા પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. બી. તડવીએ જણાવ્યું હતું કે કાર બહાર કાઢી લેવામાં આવી છે, પરંતુ કારમાંથી કોઈ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નથી. કારના નંબર ઉપરથી કારની માલિકીની તપાસ કરવામાં આવશે, તે બાદ કાર કોણ ચલાવતું હતું. કારમાં કોઈ વ્યક્તિ હતો, ક્યાંનો રહેવાસી હતો અને શું કામ ધંધો કરતો હતો, તે અંગેની વિગતો બહાર આવશે.
જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કારમાં એક જ વ્યક્તિ હોઈ શકે છે અને તે કાર અકસ્માતની સાથે જ બહાર નીકળીને ફરાર થઈ ગયો હોવાની પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જોકે, પોલીસ તંત્ર દ્વારા વિવિધ એંગલો ઉપર તપાસ કરી રહી છે. સવારે ખટંબા તળાવ પાસેથી પાસેથી ચાર જેટલા વિદેશી યુવાનો સાથેની કાર તળાવમાં ખાબકી હતી. જેને પગલે કારમાં બેઠેલા યુવાનો લાપતા બન્યા છે.આ કાર એટલી સ્પીડમાં હતી કે, ફેન્સિગ તોડીને તળાવમાં ખાબકી હતી.
આ પણ વાંચો: હિંમતનગરના GIDC ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: ગોધરામાં ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત