Mahisagar News: મહીસાગરમાં ચંદન ભરેલી ગાડી ઝડપાઈ છે. લુણાવાડા પોલીસે ચંદન ભરેલી ગાડી ઝડપી છે. લુણાવાડાથી ગોધરા તરફ જતા આ ગાડી ઝડપાઈ છે. હાઇવે પરથી ચંદન ચોરીની તસ્કરી ઝડપાઈ છે. પોલીસે શંકાસ્પદ ગાડી ચકાસતા ચંદનનો જથ્થો મળ્યો છે. પોલીસે ગાડી સહિત ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે ચંદનનો જથ્થો વનવિભાગને સોંપ્યો છે. હવે વનવિભાગ તપાસ કરવાનું છે કે આ ચંદન ગુજરાતમાં ક્યાંથી ચોરવામાં આવ્યું છે.
લુણાવાડા ટાઉન પોલીસે આ ધરપકડ કરી છે. ટવેરા ગાડીમાં નાના ટુકડા કરી ચંદન લઈ જતા ગાડીચાલક રમેશભાઈ ઠાકોરને પોલીસે ઝડપ્યો હતો. લુણાવાડા ટાઉન પોલીસ ચંદનનો જથ્થો વનવિભાગને સોંપી આગળની કાર્યવાહી કરી રહ્યું છે. ગુજરાતમાં સામાન્ય રીતે વનપેદાશોની ચોરીના બનાવ ઓછા બનતા હોય છે, તેથી ચંદનની ચોરીના લીધે ગુજરાતની પોલીસને પણ આશ્ચર્ય થયું છે. તેથી હવે આ કિસ્સામાં પોલીસ અને વનવિભાગ બંનેની સંયુક્ત તપાસ જરૂરી છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોમાંથી ચોરી કરવામાં આવી હોય તેવી સંભાવના વધારે લાગે છે.
આ પણ વાંચો: કંડલા મરીન પોલીસનો સપાટો,સોપારીની દાણચોરી કરતી ગેંગ ઝડપી
આ પણ વાંચો: ભાજપના લઘુમતી સેલના નેતાનો પુત્ર ડ્રગ્સની દાણચોરીમાં પકડાયો
આ પણ વાંચો: રૂ. 52,394 કરોડ, ગુજરાતમાંથી પકડાઈ આટલી જંગી GST ચોરી