- નામાંકિત તબીબ ડો.અતુલ ચગના આપઘાતનો મામલો
- આખરે 3 માસ બાદ વેરાવળ પો.સ્ટેશનમાં નોંધાયો ગુનો
- વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ નોંધાયો ગુનો
- નારણ ચુડાસમા વિરુદ્ધ પણ નોંધાયો દુષ્પ્રેરણાનો ગુનો
- ડૉ. ચગે સ્યુસાઇડ નોટમાં લખ્યા હતા બંનેના નામ
- મૃતકના પુત્ર હિતાર્થની ફરિયાદને આધારે ગુનો નોંધાયો
- પોલીસે 306, 506(2) અને 114 મુજબ ગુનો દાખલ કર્યો
નામાકિત તબીબ ડો.અતુલ ચગના આપઘાતના મામલે આખરે 3 મહિના બાદ વેરાવળ પોલીસ મથકે કેસ નોંધાયો છે, વર્તમાન સમયમાં સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્વ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત નારાયણ ચુડાસમાં સામે પણ દુષ્રપ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે ,ડોકટર ચગે તેમની સ્યુસાઇડ નોટમાં બન્નેના નામનો ઉલ્લેખ કર્યો હતો.મૃતકના પુત્ર હિતાર્થની ફરિયાદની આધારે ગુનો નોંધાયો છે. પોલીસે આ અંગે સક્રીય તપાસ હાથ ધરી છે. પોલીસે 306,506 (2)114 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કેવેરાવળના નામાંકિત તબીબની આત્મહત્યાના ચકચારી મામલે પોલીસ કાર્યવાહી તેજ બનાવી હતી. પોલીસે મૃતક તબીબના પુત્રનું નિવેદન નોંધી એ.ડી દાખલ કરી હતી. બીજી તરફ ન્યાયની માંગ સાથે પરિવારજનો એ સ્યુસાઇડ નોટને લઈ પોલીસ તપાસ તેજ કરવા કહ્યું હતું સાથે જ ડોક્ટરની સ્યુસાઇડ નોટ હેન્ડઇગ એક્સપર્ટ સહિત FSLની મદદ લેવાઈ હતી. મૃતક ડોક્ટરના પી.એમ રિપોર્ટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.