ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે થતાં અકસ્માતની સંખ્યા પણ વધી રહી છે. અને અનેક કિસ્સામાં રખડતા ઢોરને કારણે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર બાબતે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ છતા પણ શહેરોના રોડ અને રસ્તા ઉપર રખડતા ઢોર યથાવત રહ્યા હતા. અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
અમદાવાદનાં નરોડા વિસ્તારમાં હાલમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો તો. ભાવિન પટેલ નામની વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અને તેનું મોત થયું હતું. આ કેસમાં AMC ના જવાબદાર અધિકારી સામે ફરિયાદ નોધાઈ છે. રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે ફરિયાદ નોધાઈ છે.
આ કેસમાં કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલમ 304 હેઠળ ગુનો નોધાયો છે. રખડતા ઢોરના કેસમાં પહેલીવાર AMCના અધિકારીઓ સામે ગુનો નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. પોલીસે AMCના અધિકારી અને ઢોરના માલિક સામે ગુનો નોધ્યો છે.
રખડતા ઢોરની ટક્કરે નરોડાના ભાવિન પટેલનું મોત થતાં પરિવારજનો દ્વારા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવી હતી. તેમનું કહેવું હતું કે, કોર્પોરેશનના બેજવાબદાર અધિકારીઓના કારણે ભાવિન પટેલનું મોત થયું હતું.
અત્રે નોધનીય છે કે નરોડાના પટેલ પરિવારનો એકમાત્ર આધાર અને કમાનાર ભાવિન પટેલ બાઇક ઉપર જય રહ્યા હતા. અને અચાનક રખડતા ઢોરે તેમણે અડફેટે લીધા હતા. જેમાં તેમણે સારવાર માટે નજીકની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બ્રેઇનમાં મલ્ટીપલ હેમરેજના કારણે ભાવિન પટેલનું મોત થયું હતું. અને
આ કેસમાં કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની હતી પરિવારજનોની માગ હતી. જો કે હવે ગુનો નોધાયા બાદ AMC ના અધિકારીઓ સામે કડક અને સત્વરે કાર્યવાહીની માગ ઉઠી રહી છે.