Mehsana News: મહેસાણામાં કોંગ્રેસની ઉત્તર ઝોનની બેઠક મળી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા હતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. બેઠકમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરો પાસે સૂચનો માંગ્યા હતા. અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગી જવા માટે હાકલ પણ કરી હતી. ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીત થવા પર કાર્યક્રરોની મહેનતને પણ કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષે બિરદાવી હતી.
લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ગેનીબેન ઠાકોરે જીત મેળવીને ભાજપની વિજય હેટ્રિકને રોકી દીધી હતી રાજ્યમાં વરસેલા ભારે વરસાદ પર સર્જાયેલી સ્થિતિ પર કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે કહ્યું કે, વરસાદ બાદ સર્જાયેલી માનવનિર્મિત સમસ્યાઓના લીધે 17 લોકોના મોત થયા છે. સરકારે હજુ સુધી સહાયની જાહેરાત કરી નથી 17 પીડિત પરિવારોમાંથી ફક્ત 12 પરિવારને સહાય મળી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે તમામ પીડિત પરિવારોને 25 લાખની સહાય આપવાની માંગ કરી છે. સાથે સાથે રાજ્યમાં વરસાદ બાદ પાક નુકસાનીનો સર્વે કરવાની પણ માંગ કરી છે. પાક નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક સહાયની ચૂંકવણી કરવાની પણ કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે કરી છે.
આ પણ વાંચો:મહેસાણામાં ટ્રાફિકની સમસ્યાનો આવશે ઉકેલ
આ પણ વાંચો:મહેસાણામાં હીટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધાનું મોત
આ પણ વાંચો:મહેસાણામાં ફૂલ જેવી માસૂમ બાળકીને તરછોડી દેવાનો કિસ્સો