Valsad-Daman News : દમણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો. દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દ્વારા પ્રશાસન દ્વ્રારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં યોગ્ય આમંત્રણ ન અપાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરેડ શરૂ થાય તે પહેલાં જ સાંસદે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
76મા પ્રજાસત્તાક પર્વની દમણ ખાતે ઉજવણીમાં હાજર રહેવા માટે દમણ સાંસદ ઉમેશ પટેલને આમંત્રણ ન આપવામાં આવતા ઉમેશ પટેલે ચાલુ કાર્યક્રમમાં નારાજગી વ્યક્ત કરી હતી. દમણના કલેક્ટર સહિત અધિકારી દ્વારા થતી તેમની ઉપેક્ષા બાદલ તેને પ્રશ્નો પૂછ્યા હતા. દમણના મુક્તિ દિવસના કાર્યક્રમમાં પણ સાંસદ ઉમેશ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. ધ્વજ વંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલેકટરની સ્પીચ પહેલા ઉમેશ પટેલે કલેક્ટરને 76મા પ્રજાસત્તાક પર્વ માટે પ્રજાને 2 મિનિટ સંબોધન કરવા દેવા રજુઆત કરી હતી. અને સરકારી કાર્યક્રમમાં શા માટે સાંસદ તરીકે બોલાવવામાં નથી આવતા વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. વહીવટી તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતા ઉમેશ પટેલ કાર્યક્રમનો બહિષ્કાર કરી અધવચ્ચે છોડીને જતાં રહ્યા હતા.
અપક્ષ સાંસદ ઉમેશ પટેલની નારાજગી જોતાં કલેક્ટર અને પ્રદેશના ઉચ્ચ અધિકારીઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું કે વારંવાર તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં સ્ટેજ પર ખુરશી મૂકવામાં આવી હોવા છતાં સાંસદ ઉમેશ પટેલ નારાજ થઈને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટના અંગે મંતવ્ય ન્યૂઝે દમણ કલેક્ટર સાથે સંપર્ક સાધ્યો હતો, તેનો ફોન તેમના સિક્યુરિટી ઓફિસર(ગનમેન) દ્વારા ઉપાડીનો સર વ્યસ્ત છે તેવો જવાબ આપ્યો છે, તેથી કોઈ સ્પષ્ટતા મળી શકી નથી.
સાંસદ ઉમેશ પટેલ આ અંગે જણાવ્યું હતુ કે, અગાઉ પણ 19 ડિસેમ્બરે દમણના મુક્તિ દિવસે પણ સાંસદ તરીકે મને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેથી આજે હું કાર્યક્રમમાં ગયો હતો અને મારા જે પ્રશ્નો હતા તે કલેક્ટરને જણાવ્યા હતા. કલેક્ટર પાસેથી પ્રજાને સંબોધન કરવા 2 મિનિટ માંગી હતી. કલેક્ટરે ના પાડી દેતા દમણના જન પ્રતિનિધિ તરીકે મારુ અપમાન થતું જોઈ આગળના કાર્યક્રમનો વિરોધ કરી સ્થળ છોડી જતો રહ્યો હતો. આગામી દિવસોમાં પાર્લામેન્ટમાં આ પ્રશ્ન ઉઠાવી અને આમ દોષિત જે પણ હશે તેમને સજા અપાવ્યા વિના જંપીને બેસીસ નહીં તેની ખાતરી આપુ છું.
આ પણ વાંચો: પદ્મશ્રી દયાળમુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ
આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર
આ પણ વાંચો: પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત
