Not Set/ માર્ચના અંત સુધીમાં વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર

૮૦ થી વધુ IAS ઓફિસરની થશે બદલી.,૧૨ જિલ્લાના કલેકટર બદલાશે., ૧૦ થી ૧૨ જિલ્લા વિકાસ અધિકારીની થશે ટ્રાન્સફર.,સચિવાલયમાં પણ થશે મોટા ફેરફારો જેની કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી..,તેનો હવે ટુંક સમયમાં અંત આવી જાય તેમ લાગી રહયુ છે..કારણ કે સમાચાર સામે આવી રહયા છે કે રાજ્યના વહીવટી તંત્રમાં લાંબા સમયથી તોળાઈ રહેલી બદલી અંગેનું […]

Mantavya Exclusive India Trending
1554804481405 0 DSC માર્ચના અંત સુધીમાં વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર
  • ૮૦ થી વધુ IAS ઓફિસરની થશે બદલી.,૧૨ જિલ્લાના કલેકટર બદલાશે.,
  • ૧૦ થી ૧૨ જિલ્લા વિકાસ અધિકારીની થશે ટ્રાન્સફર.,સચિવાલયમાં પણ થશે મોટા ફેરફારો

જેની કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી..,તેનો હવે ટુંક સમયમાં અંત આવી જાય તેમ લાગી રહયુ છે..કારણ કે સમાચાર સામે આવી રહયા છે કે રાજ્યના વહીવટી તંત્રમાં લાંબા સમયથી તોળાઈ રહેલી બદલી અંગેનું સસ્પેન્સ હવે પુરૂ થઇ જશે..,માર્ચના અંત સુધીમાં આશરે ૮૦થી વધુ આઈએએસ અધિકારીઓની બદલીના ભણકારા વાગી રહયા છે..,અને તે માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તૈયારી પણ શરૂ કરી દીધી છે..,આ બદલીઓમાં ૮૦થી વધુ IAS અધિકારીઓનો સમાવેશ થવાનો છે.., જેમાં ૧૨ જીલ્લાના કલેક્ટર, તો ૧૦થી ૧૨ જીલ્લાના વિકાસ અધિકારીઓની ટ્રાન્સફર નકકી છે.., તેની સાથે સચિવાલયમાં પણ ૧૦થી વધુ અધિકારીઓ અને એક ડઝનથી વધારે સેક્રેટરીઓની બદલી થવાના સંકેત છે..,

C7W yJJWwAIcLkn માર્ચના અંત સુધીમાં વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર

જો કે., રાજ્યમાં ગત વર્ષ થી જ બદલી નો મોટો રાઉન્ડ આવશે તેવું લાગતું હતું.,પણ કોરોનાના લીધે બદલીનો બીજો રાઉન્ડ પાછો ઠેલાયો હતો. ગત વર્ષમાં નવેમ્બરમાં થનારી બદલી રાજ્ય સરકારે પાછી ઠેલતા એવું લાગતું હતું કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ મોટા પાયે બદલી થશે. પણ વિધાનસભાનું સત્ર આવતા બદલીનું આ કાઉનડાઉન હવે માર્ચના અંત સુધીમાં અથવા તો એપ્રિલના શરૂઆતમાં કરવાનું રાજ્ય સરકારે મન બનાવ્યું છે.

બદલીના આ મોટા રાઉન્ડમાં બરોડા સુરત રાજકોટ સહિતના અને કલેક્ટરોની બદલીના ભણકારા વાગી રહ્યા છે તેની સાથે એક ડઝનથી પણ વધુ જિલ્લા કલેકટરની બદલી નિશ્ચિત છે..એટલું જ નહી આશરે એક ડઝનથી પણ વધુ જિલ્લા વિકાસ અધિકારીઓની ટ્રાન્સફર સાથે એક ડઝનથી પણ વધુ જિલ્લા કક્ષાના અધિકારીઓની બદલી થવાનું ગણીત છે..જીલ્લાકક્ષાએ જે અધિકારીઓની બદલી થવા જઇ રહી છે તેનો આંકડો ૩પ કે ૪૦થી પણ વધારે હોઇ શકે છે..,જો કે જીલ્લા કક્ષાએ કયા અધિકારીઓની ક્યાં બદલી થશે તે હકીકત ઓર્ડર દરમિયાન જ સામે આવી શકે છે..,પણ જીલ્લા કક્ષાએ ધરખમ ફેરફાર આવી રહયો છે તે વાત ચોકકસ છે.

sachivalay માર્ચના અંત સુધીમાં વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર

એટલું જ નહી જીલ્લાકક્ષાના અધિકારીઓની સાથે..સાથે સચિવાયલમાં પણ મોટી ઉથલપાથલ થવાના સંકેત છે. સચિવાયલમાં ૧૦થી વધારે સેક્રેટરીઓની બદલી થવાનું નકકી છે..તેમાં ખાસ કરીને રેવન્યુ ડિપાર્૭મેન્ટનો હવાલો કોને સોપાશે તે તરફ સિનિયર અધિકારીઓ નજર રાખીને બેઠા છે.,જો કે હાલમાં રેવન્યુ સચિવ પંકજકુમાર પાસે નિયમિત ગૃહસચિવનો ચાર્જ છે.તો રાજયને નવા મહેસુલ સચિવ પણ ટુંક સમયમાં મળી શકે છે. તે ઉપરાંત સચિવાયલમાં અનેક મહત્વની પોસ્ટ પર પણ ફેરફારો લગભગ નક્કી છે. એવું માનવામાં આવી રહયુ છે કે સચિવાયલમાં ૧૦થી વધારે સિનિયર અધિકારીઓ અથવા તો એક ડઝનથી પણ વધારે સેક્રેટરી કે પછી ઉચ્ચકક્ષાના અધિકારીઓની બદલી પણ પાક્કી છે.

આમ જિલ્લા કક્ષાએ અને સચિવાલય કક્ષાએ મળીને મોટા પાયે બદલી કરવાના મૂડમાં રાજ્ય સરકાર છે તેવું માનવામાં આવી રહયુ છે. અને તેના માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. વિધાનસભાના સત્રની સમાપ્તિ સમયગાળા દરમિયાન જ મુખ્યમંત્રી પાસેથી તેની લીલી ઝંડી મેળવી લેવામાં આવશે. આ લીલી ઝંડી મળતાની સાથે જ મોટા પાયે બદલીના હુકમો નીકળી જશે. જો કે કોને મહત્વની જવાબદારી મળે છે અને અને કયા જિલ્લામાં કોને મુકવા તે અંગેનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને cmo ના સિનિયર ઓફિસર કૈલાસનાથન કરશે. પણ અત્યારથી જ સચિવાલય અને જિલ્લા કક્ષાએ બદલીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૌ પોતપોતાનું લોબિંગ કરાવી રહ્યા છે જો કે કેટલીક મહત્વની પોસ્ટ ઉપર કોને જવાબદારી સોંપી તે અંગેનો નિર્ણય પી એમ ઓ પણ લઇ શકે તેમ છે. જેના કારણે ટ્રાન્સફર પહેલા વડાપ્રધાન કાર્યાલયની પણ મંજૂરી લેવામાં આવશે. પણ એટલું ચોક્કસ છે માર્ચના અંત સુધીમાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો થવા જઇ રહ્યા છે.