સાયબર ક્રાઈમ/ અમદાવાદમાં નકલી આધાર કાર્ડ કૌભાંડનો થયો પર્દાફાશ

મદાવાદમાં સાયબર ક્રાઈમ પોલીસે નકલી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાંય દિવસોથી ‘નકલી’નો ટ્રેન્ડ શરૂ થયો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદમાં સાયબર ક્રાઈમ પોલીસે નકલી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાંય દિવસોથી ‘નકલી’નો ટ્રેન્ડ શરૂ થયો છે. નકલી ઘી, નકલી માર્કશીટ, નકલી ટોલનાકું, નકલી પોલીસ અધિકારી, નકલી PMO અધિકારી, નકલી MLA, નકલી સરકારી, નકલી મીઠું, નકલી કચેરી વગેરેનો રાફડો ફાટ્યો છે. ત્યારે અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાંથી નકલી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવતા આરોપીની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં રહેતો આરોપી એજાઝ ખાન પઠાણ નકલી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી ઈન્ટરનેટ પર ઓનલાઈન વિગતો તેમજ જોઈને ખોટાં દસ્તાવેજો (ડૉક્યુમેન્ટ) બનાવતો હતો. ઉપરાંત, એક આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પેટે રૂપિયા 800 થી 900 લેતો હતો.

પોલીસ તપાસમાં આરોપીની વધુ પૂછપરછ કરતા જાણ થઈ કે, આજ સુધી 100 થી પણ વધુ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ, અમદાવાદએ આરોપી એજાઝ ખાન પઠાણની ફતેહવાડી વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગીર સોમનાથ જીલ્લાનાં ઉના વિસ્તારમાંથી LCB એ નકલી આધાર કાર્ડ બનાવવાના કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એક આરોપી કોઈ પણ પ્રકારના પુરાવા વિના આધાર કાર્ડ બનાવી આપતો હતો. પોલીસે દરોડા પાડી વધુ પૂછપરછ કરતા અન્ય શખ્સો પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું ખુલ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: