Fire/ વડોદરાના હાલોલ રોડ પર આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ,ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

વડોદરાના હાલોવ રોડ પર કંપનીમાં ભીષણ આગના સમાચાર સામે આવી રહ્યા છે. હાલોલના ભણીયારા ગામ પાસે આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી છે

Top Stories Gujarat
8 37 વડોદરાના હાલોલ રોડ પર આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ,ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે
  • વડોદરાના હાલોલ રોડ પર કંપનીમાં ભીષણ આગ
  • ભણીયારા ગામ પાસે આવેલ કંપનીમાં આગ
  • ક્રિષ્ના આશ્રય ફાર્મ કંપનીમાં ભભૂકી આગ
  • હાઈટેન્શન લાઈન તૂટતા ગોડાઉનમાં આગ
  • દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
  • વડોદરા ફાયર બ્રિગેડે જાહેર કર્યો મેજર કોલ
  • 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે
  • વડોદરા હાલોલ રોડ પર ભારે ટ્રાફિક જામ

વડોદરાના હાલોવ રોડ પર કંપનીમાં ભીષણ આગના સમાચાર સામે આવી રહ્યા છે. હાલોલના ભણીયારા ગામ પાસે આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી છે. કિશ્ના આશ્રય ફાર્મ કંપનીમાં આગ લાગી છે. હાઇટેન્શનની લાઇન તૂટતા ગોડાઉનમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે ચોમેર દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આગ અંગેની જાણ સત્વરે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ફાયર બ્રિગેડ 1દ ગાડિના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ વડાેદરા હાલોલ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો છે. હાલ ફાયર બ્રિગેડ આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત કરી રહ્યા છે,હાલ કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.