Ahmedabad News: શહેરમાં એક શાળા આગ લાગવાની દુર્ઘટના બની. શાળામાં આગ લાગતા બાળકો ફસાઈ ગયા હતા. જો કે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં નારોલ વિસ્તારમાં આવેલ એક શાળામાં આગ લાગવાની દુર્ઘટના બનતા લોકો નાસભાગ કરવા લાગ્યા. નારોલ વિસ્તારની ડિવાઇન લાઈફ સ્કૂલમાં આગ દુર્ઘટના સમયે 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. શાળામાં આગ લાગતા તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ચાલુ શાળાએ આગની ઘટના બનતા ફાયર વિભાગની ગાડીઓ ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી બાળકોને સુરક્ષિત બહાર કાઢયા.
ગેમઝોન અગ્નિકાંડને હજુ માંડ મહિનો પૂરો થયો છે ત્યારે હજુ પણ આગના બનાવો બનવાના કિસ્સા સામે આવી રહ્યા છે. નારોલ વિસ્તારમાં ચાલુ શાળાએ આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહીથી મોટો જાનહાનિ ટળી. શાળામાં ફાયર સેફ્ટીને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોવાની એક વાલીએ લેખિતમાં જાણ કરી છે. તેમજ શાળાએ કોઈ પ્રકારનો વીમો નથી તે પણ જણાવ્યું. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે.
આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો
આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો