રાજ્યમા દિનપ્રતિદિન આગના બનાવો માં વધારો જોવા મળી રહ્યો છે . ક્યારેક આગ ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોય છે . જેના લીધે લાખો કરોડોના માલનું નુકશાન થતું હોય છે .
જેમાં આજ રોજ ગાંધીનગર માં સેક્ટર 11 માં આવેલા શાલીન કોમ્પલેક્ષમાં આગ લાગી હોવાનું જણાયું હતું . સ્થનીકો એ ફાયરબ્રિગેડને જાણ કરતાં તે ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ મીટર બોક્સમાં શોર્ટસર્કિટથી લાગી આગ લાગી હોવાનું જણાયું હતું . જોકે સદનસીબે કોઈને જાનહાનિ થઈ નહોતી .
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…