માયાનગરી મુંબઈમાં ટીવી અને ફિલ્મોના શૂટીંગ ચાલી રહ્યા છે . શૂટિંગ સેટ પરથી ઘણીવાર અકસ્માતોના સમાચાર સામે આવે છે. આવી જ એક ઘટના તાજેતરમાં એકતા કપૂરના ક્લિક નિક્સન સ્ટુડિયોમાં બની હતી. પરંતુ સારી બાબત એ હતી કે પ્રોડક્શન ટીમે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. દુર્ઘટના સમયે સ્ટુડિયોમાં અમર ઉપાધ્યાય અને પ્રિયાલ મહાજનના શો ‘મોલ્કી’નું શૂટિંગ ચાલી રહ્યું હતું.
ટીવી શો મૈાલ્કી’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું, જ્યાં વિપુલ અને પૂર્વી વચ્ચે લગ્નના સીન શૂટ ફિલ્માંકન થઇ રહ્યું હતું આ સમયે લગ્નના દ્રશ્ય માટે મંડપમાં અગ્નિ પ્રગટાવવાની જરૂર હતી ત્યારે ગેસ સિલિન્ડર સાથે પાઇપ જોડવામાં આવી હતી તેના લીધે અકસ્માત સર્જાયો છે. આ વિસ્ફોટ ગેસ લિકેજને કારણે થયો હતો. જે બાદ લગભગ બે કલાક સુધી શૂટિંગ અટક્યું હતું.
વિપુલની ભૂમિકા ભજવનાર અભિનેતા નવીન શર્માએ કહ્યું, તે એક નાનો અકસ્માત હતો, પરતું તેનાથી અમે આવાક બની ગયા હતા પરંતુ પ્રોડક્શન ટીમે ઝડપથી બધું કાબૂમાં લઈ લીધું.ઉલ્લેખનીય છે કે એકતા કપૂરનો આ સ્ટુડિયો મુંબઇના ચાંદીવલીમાં છે અને આવી નાની ઘટનાઓને અંકુશમાં રાખવા ઘણીવાર સ્ટુડિયોમાં તૈયારીઓ રાખવામાં આવે છે.