Delhi news : દિલ્હીના પાંડવનગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટનાને પગલે ચકચાર મચી છે. હાલમાં બાળકીને સારવાર માટે લાલ બહાદુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ચે. બાળકીની હાલત નાજુક છે જેને પગલે સ્થાનિક લોકોએ આરોપીની દુકાનમાં તોડફોડ કરીને દુકાનનો સામાન હોળી દહનના ક્રાયક્રમ વાળી જગ્યાએ મુકી દીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસને શનિવારના રોજ માહિતી મળી હતી કે 4 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બાદમાં પલીસે ઘટનાસ્થળે જઈને બાળકીને હોસ્પિટલ પહોંચાડી હતી.
પિડીત બાળકી ટ્યુશન માટે આરપી અરમાનની બહેનના ઘરે જતી હતી. જેને કારણે આરોપી બાળકીને જાણતો હતો. દિલ્હી પૂર્વના ડીસીપે જણાવ્યું હતું કે આ ઘટના શનીવાર રાતની છે. પોલીસે અરમાન સામે પોક્સો એક્ટ તથા આઈપીસીની કલમ 376 હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. હાલમાં આ વિસ્તારમાં શાંતિ હોવાનું તેણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….