સાબરકાંઠા/ અરવલ્લીમાં શ્વાનના બચ્ચાનો શિકાર કરતા લોકોમાં ફફડાટ

સાબરકાંઠા જીલ્લો અરવલ્લીની ગીરીકંદરા ઓથી ઘેરાયેલો છે અને જંગલ વિસ્તારમાં અને જંગલી જાનવર જોવા મળતા હોય છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 09T200618.866 અરવલ્લીમાં શ્વાનના બચ્ચાનો શિકાર કરતા લોકોમાં ફફડાટ
  • અરવલ્લીમાં જંગલી જાનવરનો રાજ
  • શ્વાનના બચ્ચાનો શિકાર કરતા લોકોમાં ફફડાટ
  • ખેતી કરતા ખેડૂતોમાં ભયની વાદળો છવાયો
  • ફેન્સિંગ બાંધવા સરકાર પાસે કરી માગ

@ચિરાગ મેઘા  

આ છે હિંમતનગર તાલુકાનુ ગાંધીપુરા કંપા ગામ કે જ્યા ચાર પગ વાળા જંગલી જાનવરનો ભય ખેડુતોને સતાવે છે જેને લઈ ગામના ખેડુતોને રાત્રીના ઉજાગરા કરવા પડે છે ઠંડીમાં રક્ષણ મેળવવા તાપણા પણ કરવા પડે છે આગળ જોયુ તે પ્રમાણે અન્ય તાલુકાના ખેડુતો અને રહિશો ઉજાગરા કરે છે તે પ્રમાણે આ ગામના ખેડુતો તો રાત્રે ખેતર તરફ જઈ પણ નઈ શકતા તેનુ કારણ છે દિપડો અને જંગલી ભુંડ, જી હા આ વિસ્તાર માં ચાર પગ વાડા પ્રાણીઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે ખેડુતો ખેતી કરવા પણ જઈ શકતા નથી. આ વિસ્તારમાં રાતની વીજળી છે પરંતુ ત્યારથી દિપડો દેખાયો કે ખેડુતો સહિત મજુરો ની ઉંઘ ઉડી ગઈ છે અને ખેતર કામ માટે પણ જઈ શકતા નથી.

ગાંધીપુરા કંપાના ખેડુતોએ દીપડાના ભયને લઈને ખેતરમાં જઈ શકતા નથી તો સામે એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્રારા અહિ પાંજરુ મુકવામાં આવે તો આ ઉપરાંત અહિ ડુંગરની આજુ બાજુ તાળની મોટી વાળ કરવામાં આવે. નોંધનીય છે કે બે દિવસ પહેલા આજ ખેતરમાં દિપડાએ કુતરાના ૬ જેટલા બચ્ચા નુ મારણ કર્યુ હતુ અને ખેતરમાં મજુરી કામ કરતા ખેડુતો પાણી વાળવા જતા પણ ડરે છે અને રાત્રી કામ પણ નથી કરી શકતા રાત્રે એક ઓરડીમાં છુપાઈને બેસી રહે છે.

હાલ તો સમગ્ર ગામ સહિત સ્થાનિકોની એક જ માંગ છે કે આ વિસ્તારમાં વન વિભાગ દ્રારા દિપડા ને પાંજરે પુરવા પાંજરુ મુકાય અને આજુ બાજુ તારની ફેન્સીંગ કરાય તો રક્ષણ મળી શકે તેમ છે.. જોવું એ રહ્યુ કે આવનાર સમયમાં વન વિભાગ દ્વારા કેવા અને કેટલા પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 અરવલ્લીમાં શ્વાનના બચ્ચાનો શિકાર કરતા લોકોમાં ફફડાટ


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા