Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસ અને ફાયર બ્રિગેડના જવાને આત્મહત્યા કરવા ઉતારી થયેલી યુવતીને બચાવી હતી. તેમા પણ ફાયર બ્રિગેડના જવાને તો જીવના જોખમે તે મહિલાની બચાવી લીધી હતી. આ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે તે, એક બિલ્ડીંગ નીચે કેટલાક લોકો હાથમાં નેટ લઈને ઉભા છે તો ચોથા માળે એક મહિલા આત્મહત્યા કરવા માટે કુદવાની તૈયારી કરી રહી છે. એવામાં ફાયરનો જવાન આવે છે અને તે યુવતીને નીચે કુદતા અટકાવે છે અને તેને સહીસલામત પકડીને રુમમાં લઈ જાય છે. આમ યુવતીનો જીવ બચી જાય છે. આ દિલધકડ રેસ્ક્યુનો વીડિયો અમદાવાદ પોલીસે શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિના રુવાડા ઉભા થઈ ગયા. લોકો અમદાવાદ પોલીસ અને ફાયરની ટીમનો આભાર માની રહ્યા છે અને તેમની બહાદુરીની પ્રશંસા પણ કરી રહ્યા છે.
આ વીડિયો શેર કરતા અમદાવાદ પોલીસે લખ્યું કે, અમદાવાદ શહેર પોલીસ આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કની માથી કુદવાની તૈયારી કરતી યુવતીને સહિસલામત બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રિગેડ ટીમ. અમદાવાદ પોલીસના આ દિલધડક રેસ્ક્યુનો વીડિયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું કે, બ્રેવ રેસ્ક્યુ. અમદાવાદ સીટી પોલીસ અને ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીને આત્મહત્યા કરતી બચાવવામાં આવી. તેમની ત્વરીત કામગીરીથી એક અનમોલ જીવ બચી ગયો.
અમદાવાદ શહેર પોલીસ આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કની માથી કુદવાની તૈયારી કરતી યુવતીને સહિસલામત બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રીગેડ ટીમ@sanghaviharsh @GujaratPolice @dgpgujarat pic.twitter.com/pIqMhBjvzV
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 24, 2024
આત્મહત્યાના પ્રયાસનુ કારણ અકબંધ
તો બીજી તરફ આ યુવતી શા માટે આત્મહત્યા કરવા મજબૂર થઈ તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. હાસમાં આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો એક બિલ્ડિંગની નીચે હાથમાં જાળી લઈને ઉભા છે, જ્યારે ચોથા માળે એક મહિલા આત્મહત્યા કરવા માટે કૂદવાની તૈયારી કરી રહી છે. એક ફાયરમેન આવે છે અને છોકરીને નીચે કૂદતી અટકાવે છે અને તેને કોઈ નુકસાન વિના રૂમમાં પાછો લઈ જાય છે. આમ યુવતીનો જીવ બચી ગયો છે. અમદાવાદ પોલીસે આ હૃદયદ્રાવક બચાવનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને બધા જ રડવા લાગ્યા. લોકો અમદાવાદ પોલીસ અને ફાયર ટીમનો આભાર માની રહ્યા છે અને તેમની બહાદુરીના વખાણ કરી રહ્યા છે.
આ વિડીયો શેર કરતાં અમદાવાદ પોલીસે લખ્યું કે અમદાવાદ શહેર પોલીસ, વટવા પોલીસ અને અસલાલી ફાયર બ્રિગેડની ટીમે ચોથા માળની બાલ્કનીમાંથી આત્મહત્યા કરવાની તૈયારી કરી રહેલી યુવતીને સુરક્ષિત રીતે બચાવી લીધી. અમદાવાદ પોલીસના આ હ્રદયસ્પર્શી બચાવનો વીડિયો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લખ્યું, બહાદુર બચાવ. અમદાવાદ શહેર પોલીસ અને ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીએ જીવનને બચાવ્યું હતું. તેના ઝડપી પગલાથી એક અમૂલ્ય જીવ બચી ગયો. બીજી તરફ આ યુવતીને શા માટે આપઘાત કરવા મજબૂર કરવામાં આવી તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.