Ayodhya-Kashi/ કાશીમાં 12 લાખ દિવા પ્રગટાવી ‘દેવ દિવાળી’ની થશે ભવ્ય ઉજવણી

આજે દેશભરમાં ‘દેવ દિવાળી’ની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે. આજે કાશીમાં દેવ દેવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

India
કાશીમાં

આજે દેશભરમાં દેવ દિવાળી ની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે. આજે કાશીમાં  ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આખું કાશી અત્યારે લાખો દિપમાળાઓથી પ્રજવલિત બની અદભૂત દેખાઈ રહ્યું છે. આ અલૌકિક દ્રશ્ય જોવા મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવે છે. ગંગા ઘાટને પણ દિવાઓની માળાથી શણગારવામાં આવશે. કાશીનું આ અદભૂત દ્રશ્ય જોવા જાણે સ્વયં ભગવાન દિવાળીની ઉજવણી કરવા કાશી ઘાટ પર સ્વર્ગમાંથી ઉતરે છે તેવી લોકોમાં માન્યતા છે.

દેવ દિવાળી પર્વને દેવોની દિવાળી કહેવામાં આવે છે. કારતક માસના પ્રથમ પાંચ દિવસ દેવોની દિવાળીની શરૂઆત થાય છે. અને પૂનમના દિવસે પૂર્ણાહૂતિ થાય છે. કાશીમાં આવેલ વિશ્વનાથ મંદિર હિંદુઓનું પવિત્ર યાત્રાધામ છે. હિંદુ માન્યતા મુજબ કાશીમાં મૃત્યુ પામવાને વધારે સારું માનવામાં આવે છે. કાશી હિંદુઓનું પવિત્ર ધાર્મિક સ્થાન છે. આથી દેવ દિવાળીના દિવસે સમગ્ર કાશીને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે.

દેવ દિવાળી પર્વ નિમિત્તે કાશીનો નજારો જોવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ વર્ષે યોગી સરકાર જનભાગીદારીથી 21 લાખથી વધુ દીવાઓ પ્રગટાવશે. એક ભક્ત દ્વારા શ્રીકાસી વિશ્વનાથ મંદિરને 11 ટન ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. પર્યટકો માટે કાશીના ઘાટના કિનારા પરની ઐતિહાસિક ઈમારતો પર લેસર શો દ્વારા ધર્મની વાર્તા પ્રસ્તુત કરાશે સાથે મહાદેવ શિવના સ્તોત્રો સાથે ફટાકડાના શો પણ નિહાળી શકશે.

યોગી સરકાર દેવ દિવાળીને ભવ્ય બનાવવા માટે ઘાટોને 12 લાખ દીવાઓથી પ્રજવલિત કરશે. તેમાંથી એક લાખ દીવા ગાયના છાણમાંથી બનાવવામાં આવશે. સફાઈ બાદ શહેર અને ઘાટોને ત્રિરંગાની સર્પાકાર લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. 8 થી 10 લાખ જેટલા પ્રવાસીઓ કાશીની મુલાકાત લઈ શકે છે.

પ્રવાસીઓની વધુ સંભાવનાને પગલે કડક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની સરહદ પર વોચ ગોઠવવા સાથે સુરક્ષાને પગલે ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે હોસ્પિટલોમાં બેડ રિઝર્વ કરીને તબીબોની ટીમને એલર્ટ રાખવામાં આવી છે.

કાશીની દિવાળી વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આમંત્રિત મહેમાનો દેવ દિવાળી ભવ્ય ઉજવણી નિહાળવા આ વખતે 70 દેશોના રાજદૂતો, પ્રતિનિધિઓ અને પરિવારના સભ્યો આવશે. આમંત્રિત મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવશે. અગ્રણી મહેમાનો ઉપરાંત મોટી સંખ્યામાં પ્રવાસીઓએ દેવ દિવાળીની ઉજવણીમાં ભાગ લેવા હોટલો, ગેસ્ટ હાઉસ, બોટ, અને ક્રૂઝ પહેલાથી જ બુક કરાવ્યા છે.

શિવપુરાણ મુજબ જ્યારે કારતક મહિનામાં ત્રિપુરાસુર નામના રાક્ષસે દેવતાઓને ત્રાસ આપીને મારવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન શિવે આ દિવસે આ ક્રૂર રાક્ષસને મારી નાખ્યો અને દેવતાઓએ ઉજવણી કરી ત્યારબાદથી દેવ દિવાળીની ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તહેવારની ઉજવણી કરવા માટે, દેવતાઓ કાશીના પવિત્ર ગંગા ઘાટ પર અદ્રશ્ય સ્વરૂપમાં સ્વર્ગમાંથી ઉતરે છે. દિવાળીના 15 દિવસ પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાનની દિવાળી ઉજવવામાં આવે છે.આ પણ વાંચો:Winter Session of Parliament/સંસદના શિયાળુ સત્રનો 4 ડિસેમ્બરથી આરંભ,  IPC અને CRPCને લઈને લેવાઈ શકે છે મોટો નિર્ણય

આ પણ વાંચો:Israel Army Attack/હમાસના ટોચના આંતકીઓને ખાતમો બોલાવતી ઇઝરાયેલની સેના

આ પણ વાંચો:Uttarkashi Rescue Operation/Uttarkashi માં રેસ્ક્યુ દરમિયાન અનોખી ઘટના, ભગવાન શિવ જેવી આકૃતિ ટનલની બહાર ઉભરી આવી