Bharuch News: ભરૂચના (Bharuch) જંબુસર-આમોદ રોડ પર મોડી રાત્રે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત (Bharuch Accident) સર્જાવાથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સ્થાનિકોએ જંબુસર પોલીસને (Jambusar Police) જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતકોમાં બે મહિલા, બે બાળકો અને બે પુરુષ સમાવેશ થાય છે. તેમજ 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
માહિતી મુજબ ભરૂચના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના લોકો ઇકો કારમાં શુકલતીર્થ ખાતે મેળામાં જઈ રહ્યા હતા ત્યારે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે અચાનક જોરદાર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગોઝારો હતો કે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. નજીકના લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને જંબુસર પોલીસને જાણ કરી હતી. જંબુસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત કઈ રીતે થયો તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. ઘાયલ લોકોને જંબુસર રેફરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
અગાઉ ભરૂચના અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતમાંબેના મોત થયા હતા. રાજપીપળા ચોકડી નજીક ત્રિપલ અકસ્માત જીવલેણ નીવડ્યો હતો. ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમા બાઇક પર સવાર બેના મોત થયા હતા. આ અકસ્માત રાજપીપળા ચોકડી નજીક યુ-ટર્ન હતો ત્યાં થયો હતો. અકસ્માતના પગલે તાત્કાલિક રાજપીપળા પોલીસ પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો:ભરૂચના અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતમાં બેના મોત
આ પણ વાંચો:આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં ગુજરાતી પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા, પરિવાર ભરૂચનો વતની
આ પણ વાંચો:ભરૂચના ઝઘડિયામાં મહિલા વન કર્મીનું અકસ્માતમાં મોત,ઘટનાના દ્રશ્યો સામે આવ્યા