અમદાવાદ/ જીટીયુના કુલપતિને લખાયો પત્ર, વિદ્યાર્થીઓ તથા સંસ્થાના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત

ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપ્લોમા કોલેજ દ્વારા જીટીયુના કુલપતિને પત્ર લખીને જીટીયુમાં કાયમી પરીક્ષાની નિયામકની નિમણૂક કરવા માંગ કરાઈ છે.

Ahmedabad Gujarat
Untitled 99 1 જીટીયુના કુલપતિને લખાયો પત્ર, વિદ્યાર્થીઓ તથા સંસ્થાના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત

@અનિતા પરમાર 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તથા સંસ્થાના વિવિધ પ્રશ્નો જેવા કે સમયસર પરિણામના આપવું, પરીક્ષા ટાઈમટેબલમાં હંમેશા વિસંગતતા, વિદ્યાર્થીઓની માર્કશીટમાં છબરડા, પેપર કાઢ્યા બાદ તેને ચેક કરવામાં કોઈ મોડરેટરની વ્યવસ્થાનો અભાવ, રીચેકિંગ કે રીએસેસમેન્ટનો સમયસર પરિણામ ન આવતા વિદ્યાર્થીઓનું વર્ષ બગડવું , ફાઇનલ સેમેસ્ટરની ફિઝિકલ માર્કશીટ મોડી આવતા વિદ્યાર્થીઓને વિદેશ આગળ અભ્યાસ જવા માટે એક વર્ષ બગડવું ,પરીક્ષા દરમિયાન ઝોનના અધિકારીઓ દ્વારા સંસ્થા સાથેનો તોડાય ભર્યો વ્યવહાર ,100 થી વધુ વિદ્યાર્થીઓ હોય તેવી સંસ્થાઓનું પરીક્ષા કેન્દ્ર રદ કરી અન્ય સંસ્થામાં આપવું, યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર તથા સુપરવિઝનનું મહેનતાણું સમય ન ચૂકવવું, અને યુનિવર્સિટીમાં સંસ્થા દ્વારા કોઈ ફરિયાદ કરવી હોય તો પણ કોઈપણ અધિકારીઓ દ્વારા જવાબ ન આપવા જેવા વિવિધ પ્રશ્નો  છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળે છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પરીક્ષાવિભાગલક્ષી પ્રશ્નો વર્ષોથી હોવા છતાં જીટીયુ પરીક્ષા નિયામકની નિમણૂક કાયમી કરવામાં આવતી જ નથી  જે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક જીટીયુનું વલણ ગુજરાતમાં આવેલ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ફાયદો કરાવવાનું છે તેવા આક્ષેપ ડિપ્લોમા કોલેજ સ્ટેશન તરફથી કરવામાં આવ્યા છે

આ સાથે જ થોડા સમય પહેલા પરીક્ષા નિયામક ઉપર કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ હોવા છતાં તેમને ઉપર કોઈપણ તપાસ કર્યા વગર તેમને જ ફરીથી પરીક્ષા નિયામક તરીકેની તક આપવામાં આવેલ છે તે પણ બાબત શંકા ઉપજાવનાર છે આજ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપ્લોમા કોલેજ દ્વારા જીટીયુના કુલપતિને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. ત્યારે હવે એસોસિએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપ્લોમા કોલેજ દ્વારા જીટીયુના કુલપતિને પત્ર લખીને જીટીયુમાં કાયમી પરીક્ષાની નિયામકની નિમણૂક કરવા માંગણી કરી છે. આ ઉપરાંત પરીક્ષા ફીથી લઈને પરીક્ષાના પરિણામમાં પણ જાહેર કરવાની લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!